Gujarat Elections: ગુજરાતમાં બે ચરણમાં થશે મતદાન, જાણો તમારા જિલ્લામાં ક્યારે થશે વોટિંગ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. જેમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 બેઠકો પર મતદાન થશે. ત્યારે જાણો બે તબક્કામાં જિલ્લા મુજબ ક્યારે ક્યાં મતદાન થશે?

પ્રથમ તબક્કાની કુલ 89 બેઠકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે મતદાન

  • કચ્છ
  • સુરેન્દ્રનગર
  • જામનગર
  • દેવભુમિ દ્વારકા
  • પોરબંદર
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ગીરસોમનાથ
  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • સુરત
  • ભરૂચ
  • નર્મદા
  • તાપી
  • ડાંગ
  • નવસારી
  • વલસાડ

બીજા તબક્કાની 93 બેઠકો પર ઉ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થશે મતદાન

ADVERTISEMENT

  • બનાસકાંઠા
  • પાટણ
  • મહેસાણા
  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • ગાંધીનગર
  • અમદાવાદ
  • આણંદ
  • ખેડા
  • મહીસાગર
  • પંચમહાલ
  • દાહોદ
  • વડોદરા
  • છોટા ઉદેપુર

રાજ્યમાં કુલ 4.90 કરોડ મતદારો
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.

ADVERTISEMENT

આ વખતે 4.6 લાખથી વધુ યુવા મતદારો પહેલીવાર વોટ આપશે
નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT