સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મૂકેલી 20થી વધુ ઈ-રીક્ષામાં બળીને ખાખ, ઈ-રીક્ષાની ક્વોલિટી સામે ઉઠ્યા સવાલ
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ટૂરિસ્ટો માટે ચલાવાતી ઈલેક્ટ્રિક રિક્ષામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે કેવડિયામાં ચાર્જિંગમાં…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ટૂરિસ્ટો માટે ચલાવાતી ઈલેક્ટ્રિક રિક્ષામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે કેવડિયામાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષામાં આગ લાગી હતી. જેના પગલે 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. કેવડિયાને દેશનું સૌથી પહેલું ઈલેક્ટ્રિકલ વ્હીકલ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં પિંક કલરની ઈ-રીક્ષાઓ સ્થાનિક મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
50 જેટલી ઈ-રીક્ષાઓ ચાર્જિંગમાં મૂકાઈ હતી
દિવસભર આ ઈલેક્ટ્રિક રીક્ષાને ચલાવ્યા બાદ કેવડિયામાં જ બનેલા પાર્કિંગમાં 50થી વધુ ઈ-રીક્ષાઓ મૂકવામાં આવી હતી, જ્યાં તેનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું. જેમાં ગત રાત્રે ચાર્જિંગમાં મૂકેલી આ ઈ-રીક્ષામાં આગ લાગી ગઈ હતી. જે બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અન્ય કેટલીક ઈ-રીક્ષાઓને ત્યાંથી હટાવી લેવા વધુ મોટું નુકસાન થતા અટકાવી લીધું હતું.
ADVERTISEMENT
પોલીસે આગ લાગવાના કારણની તપાસ કરી
હાલમાં તો સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસમાં લાગી છે કે આ આગ કયા કારણોથી લાગી હતી, જેના કારણે 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ. આગના આ બનાવને જોતા તો ઈ-રીક્ષાની જે ક્વોલિટી છે તેને લઈને પણ તપાસનો વિષય ઉઠી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: ખુલ્લા વીજતારથી એક પરિવારના ત્રણ સભ્યો મોતની ચાદર ઓઢી ગયાઃ તાપીમાં કરુણ બનાવ
અગાઉ જૂન મહિનામાં પણ ઈ-રીક્ષામાં આગ લાગી હતી
નોંધનીય છે કે, આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં બપોરના સમયે ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષામાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. જોકે ફાયરની ટીમે આગ બુજાવી લેતા આસપાસની રીક્ષામાં આગ ફેલાતા અટકી હતી. ત્યારે ચાલુ વર્ષે જ ફરી એકવાર આ ઈલેક્ટ્રિક રીક્ષામાં ચાર્જિંગ સમયે આગ લાગવાનો બનાવ બન્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT