દ્રારકાઃ કલ્યાણપુરની એક બેઠક પર કોંગ્રેસના 2 ઉમેદવારો મેદાનમાં આવ્યા, ટિકિટ આપવા મુદ્દે પાર્ટી અસમંજસમાં…
દ્વારકાઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અત્યારે દરેક પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં લાગી ગઈ છે. તેવામાં આમ આદમી પાર્ટીએ તો જૂની પરંપરા જાણો…
ADVERTISEMENT
દ્વારકાઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અત્યારે દરેક પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં લાગી ગઈ છે. તેવામાં આમ આદમી પાર્ટીએ તો જૂની પરંપરા જાણો તોડી દીધી હોય એમ મોટાભાગના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. તેવામાં દ્વારકા કલ્યાણપુરની એક જ બેઠક પરથી કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પાલભાઈ અને પરબતભાઈ મેદાનમાં આવ્યા છે. તેવામાં હવે પાર્ટી પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કે આ બેમાંથી કોને ટિકિટ આપવી.. જાણો સમગ્ર ઘટનાક્રમ
કોંગ્રેસ પાર્ટી ચિંતામાં મુકાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા નેતા પાલભાઈ આંબલિયાએ 82 વિધાન કલ્યાણપૂર દ્વારકાની બેઠક પર ચૂંટણી લડવાની માગ કરી લીધી છે. તો બીજી બાજુ કોંગ્રેસના શહેર પ્રમુખ પરબતભાઈ લગારિયાએ પણ કલ્યાણપુરની બેઠક પરથી ટિકિટ માગી લીધી છે. નોંધનીય છે કે એક જ દિવસે, એક જ બેઠક પરથી કોંગ્રેસના બે દિગ્ગજોએ ટિકિટ માગતા રાજકારણ ગરમાયું છે. તેવામાં હવે કોંગ્રેસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે કે યુવા નેતા પાલભાઈને ટિકિટ આપે કે પછી પરબતભાઈ લગારિયાને.
પાલભાઈએ AAPની ઓફર નકારી
અગાઉ થોડા દિવસો પહેલા પાલભાઈને આમ આદમી પાર્ટીએ પોતાની સાથે જોડાવવા ઓફર કરી હતી. તેવામાં પાલભાઈએ સ્પષ્ટપણે ત્યાં જોડાવવાની ના પાડી દીધી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. હું ત્યાં કામ કરવા જઈશ નહીં.
ADVERTISEMENT
કોંગ્રેસ કોને ટિકિટ આપશે?
કોંગ્રેસ માટે પણ હવે વિચારવા યોગ્ય સ્થિતિ ઉભી થઈ ગઈ છે. કારણ કે એક બાજુ પાલભાઈ છે તો બીજી બાજુ પરબતભાઈ લગારિયા છે. આ બંને માથી કોને ટિકિટ આપવી એ પાર્ટી માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.
With Input- રજનિકાંત જોશી
ADVERTISEMENT
ADVERTISEMENT