ચૂંટણીની તૈયારી, દિવાળીના દિવસે એક સાથે 17 IPS ની બદલી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થવાની તૈયારી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીની મોસમ ખીલી ઊઠે છે. આજે દિવાળીના દિવસે ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. એક સાથે 17 સીનીયર IPS ની બદલી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે  ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ બેડાથી માંડીને મહેસૂલ વિભાગ સુધી રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પહેલા ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. રાજ્યમાં કુલ 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ  આપવામાં આવ્યા છે. અમદાવાદને ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં નવા અધિકારીઓ મળ્યા છે.

 

ADVERTISEMENT

રાજ્યના 17 આઈપીએસની બદલી

  • ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશન
  • રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ
  • અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી
  • ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેન્જ
  • પિયુષ પટેલને સુરત આઈજીપી રેન્જ બનાવાયા
  • મયંકસિંહ ચાવડાને આજીપી જૂનાગઢ રેન્જ બનાવાયા
  • સંદીપસિંહની બદલી વડોદરા રેન્જ આઈજીપી તરીકે
  • ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેન્જ બનાવાયા
  • ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત
  • નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર
  • અશોક યાદવને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા
  • એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ
  • મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર
  • એજી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત
  • સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ
  • આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર
  • કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2

    follow whatsapp

    ADVERTISEMENT