Gujarat માં પાણી જ પાણી, પુરથી 12 હજાર લોકો પ્રભાવિત, અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ - situation uncontrollable due to rain in gujarat 12 thousand people affected by flood schools colleges closed in many districts - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ

Gujarat માં પાણી જ પાણી, પુરથી 12 હજાર લોકો પ્રભાવિત, અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ

Gujarat Weather News: ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા સહિત અન્ય નદીઓ હાલ ગાંડીતુર બની છે. તેના કારણે અનેક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ 12,444 લોકોને કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 617 લોકો બચાવવામાં આવ્યા છે. ગત્ત ત્રણ […]
Heavy Rain in Guarat

Gujarat Weather News: ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા સહિત અન્ય નદીઓ હાલ ગાંડીતુર બની છે. તેના કારણે અનેક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ 12,444 લોકોને કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 617 લોકો બચાવવામાં આવ્યા છે. ગત્ત ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. રસ્તાઓ પર પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. પરિણામે પ્રભાવિત જિલ્લામાં શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.

NDRF અને SDRF ની ટીમો રાહત અને બચાવકાર્ય ચલાવી રહી છે

હાલના સમયમાં NDRF અને SDRF બંન્નેની 10 ટીમ રાજ્યના અલગ અલગ સ્થળો પર બચાવ કાર્યોમાં જોડાયેલી છે. પુરના કારણે અનેક રસ્તાઓ બંધ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચે પુલ સંખ્યા 502 પર નર્મદા નદી 40 ફુટ પર એટલે કે ખતરાના નિશાનથી 12 ફુટ ઉપર વહી રહી છે. જેના કારણે હાલ રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે તો અનેકના રૂટ બદલવા પડ્યા છે.

https://x.com/ANI/status/1703778449520034196?s=20

પશ્ચિમ રેલવે દ્વારા અનેક ટ્રેન રદ્દ-ડાયવર્ટ કરવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પુરના કારણે મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ સહિત ઓછામાં ઓછી ડોઢ ડઝન ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, નર્મદા નદી બેકાંઠે વહી રહી છે અને તેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ચુક્યા છે.

નર્મદા નદી કિનારા મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત

ભરૂચ અને અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારમાં વિનાશકારી પુર જેવી સ્થિતિ પેદા થવાના કારણે અફડા તફડીની સ્થિતિ છે. સરદાર સરોવર બંધમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતના નિચાણવાળા વિસ્તારો અને મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં સેંકડો લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. મધ્યપ્રદેશ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ અંકલેશ્વર અને ભરૂચના નિચાણવાળા હિસ્સાઓમાં લગભગ 10 ફુટથી વધારે પુરનું પાણી છે.

અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

અધિકારીઓના અનુસાર ભરૂચમાં અંકલેશ્વર-હાંસોટ રાજમાર્ગના ઉપરથી પુરનું પાણી વહી રહ્યું છે. લોકોના ઘરના એક માળ સુધી ડુબી ગયા છે અને તેમને પોતાની છત પર શરણ લેવા માટે મજબુર છે. અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજ્યમાં ચો તરફ વરસાદના કારણે તારાજી સર્જાઇ રહી છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…