પાટીદાર નેતા હર્ષદ રિબડીયાએ આપ્યો કોંગ્રેસને ઝટકો, ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું - patidar leader harshad ribdia gave congress a jolt resigned from the post of mla - GujaratTAK
રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

પાટીદાર નેતા હર્ષદ રિબડીયાએ આપ્યો કોંગ્રેસને ઝટકો, ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં અનેક નેતાઓઓની નારાજગી સામે આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે ત્યારે હવે હર્ષદ રિબડીયાએ પણ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને રાજીનામું સોંપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને સોંપ્યું રાજીનામું ચૂંટણી […]
ribdia

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં અનેક નેતાઓઓની નારાજગી સામે આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે ત્યારે હવે હર્ષદ રિબડીયાએ પણ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને રાજીનામું સોંપ્યું છે.

વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને સોંપ્યું રાજીનામું
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓની નારાજગી સામે આવી રહી છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્યારે ગરબે રમવા સૌ કોઈને અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સાથે ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓ પણ જનતા વચ્ચે રહેવાનો કોઈ મોકો ખોવા નથી માંગતા. ત્યારે વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપના નેતા સાથે વિસાવદરમાં ગરબે રમતા જોવા મળ્યા હતા.  પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમતા જોઈ અટકળોને વેગ મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે, વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાય શકે છે.

કોંગ્રેસે જુનાગઢ જિલ્લામાં વધુ એક સીટ ગુમાવી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની 5 બેઠક માંથી 4 બેઠક કોંગ્રેસને મળી હતી. ત્યારબાદ માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં ભળી ગયા હતા ત્યારબાદ હવે વધુ એક સીટ કોંગ્રેસે ગુમાવી છે.

કોંગ્રેસના આ નેતાઓ છોડી શકે છે સાથ 

  • લલિત વસોયા – ધોરાજી વિધાનસભા બેઠક
  • ચિરાગ કાલરીયા – જામજોધપુર વિધાનસભા બેઠક
  • સંજયભાઈ સોલંકી – જંબુસર વિધાનસભા બેઠક
  • મહેશ પટેલ – પાલનપુર વિધાનસભા બેઠક
  • ભાવેશ કટારા – જાલોદ વિધાનસભા બેઠક
  • અમરીશ ડેર – રાજુલા વિધાનસભા બેઠક
પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું… 9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક ડિવોર્સ બાદ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે 37 વર્ષનો એક્ટર, જાણો કોણ છે દુલ્હન? 7 વર્ષથી ક્યાં ગાયબ હતી ‘કલિયોં કા ચમન’ એક્ટ્રેસ? કરી રહી કમબેક, બદલાઈ ગઈ આટલી બધી તૂટ્યા છ વર્ષના લગ્ન, છૂટા છેડાના ગમમાં એક્ટ્રેસ, બોલી- 2 મહિના થયા પણ ટ્રોલર્સ… એડલ્ટ સીરિઝમાં કામ કર્યું, Big Bossથી મળી ફેમ, હવે શું કહી રહી છે એક્ટ્રેસ? કેટરિના-દીપિકાને પણ પછાડે તેવા વડોદરા તાલુકાના પ્રમુખ, તમે પણ બની જશો દીવાના… ટોપલેસ થઈ ‘બિગ બોસ’ ફેમ એક્ટ્રે, પાછળ પડી ગયા ટ્રોલર્સ, બોલ્યા- પ્રસિદ્ધી માટે…