બનાસકાંઠા: બનાસકાંઠાના શિહોરીમાં જર્જરિત બ્રિજ રીપેરિંગ દરમિયાન તૂટી પડ્યો હતો. શિહોરી-પાટણને જોડતા આ વર્ષો જૂના બ્રિજને તોડવાનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું. જોકે બ્રિજ તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ વચ્ચેથી તેના બે ભાગ થઈ ગયા હતા અને JCB પણ ધડાકાભેર નીચે ખાબક્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો.
JCB મશીન બ્રિજ સાથે નીચે પડ્યું
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બ્રિજનો પાછળનો ભાગ તૂટેલો છે અને આગળના જર્જરીત ભાગ પર JCB મશીન ઊભેલું છે. જેવું મશીન આગળ જાય છે કે તરત જ વચ્ચેથી બ્રિજના બિસ્કીટની જેમ બે ટુકડા થઈ જાય છે અને ધડાકાભેર આખો ભાગ નીચે પડે છે. જેની સાથે JCB મશીન પણ નીચે ખાબડે છે. સદનસીબે ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થાય છે. તંત્ર દ્વારા બ્રિજ તોડવાની આ કામગીરી વખતે તેને આવનજાવન માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે.
બનાસકાંઠા: શિહોરીનો જર્જરિત પુલ રીપેરીંગ દરમ્યાન ધરાશાયી, પુલ સાથે ધડાકાભેર જેસીબી પણ નીચે ખાબક્યું, ચાલકનો થયો આબાદ બચાવ, અકસ્માતનો લાઈવ વીડિયો થયો વાયરલ#Banaskantha #Shihori pic.twitter.com/enFy0Jpq3X
— Gujarat Tak (@GujaratTak) December 16, 2022
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
4 Comments
Comments are closed.