વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું જેલ ભરો આંદોલન શરૂ, 100 લોકોની અટકાયત કરાઈ - arbuda sena on vipul chaudhary support police arrest 100 peoples - GujaratTAK
રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું જેલ ભરો આંદોલન શરૂ, 100 લોકોની અટકાયત કરાઈ

પાટણઃ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ હવે સરકાર સામે બાયો ચઢાવી લીધી છે. આજથી જેલભરો આંદોલન શરૂ થઈ ગયું છે. પાટણની સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે આની સાથે અર્બુદા સેના દ્વારા ધરણા, ઉપવાસ પણ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના […]

પાટણઃ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ હવે સરકાર સામે બાયો ચઢાવી લીધી છે. આજથી જેલભરો આંદોલન શરૂ થઈ ગયું છે. પાટણની સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે આની સાથે અર્બુદા સેના દ્વારા ધરણા, ઉપવાસ પણ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની અટકાયતના પગલે અત્યારે સરકારથી ચૌધરી સમાજ રોષે ભરાયો છે.

અર્બુદા સેનાએ શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે એકબાજુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. તેવામાં ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર સામે આવ્યો હોય એમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.

ચૌધરી સમાજનું વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર થઈ શકે છે…
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના દ્વારા એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં સમાજના લોકોને વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે અર્બુદા સેના દ્વારા આંદોલન વિશે માહિતી આપી હતી.

With Input- Vipin Prajapati

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…