Exit Poll અંગે કન્હૈયા કુમારે શું કહ્યું?

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ભારે રાજકીય દંગલ ચાલ્યું હતું. જનતાએ હવે પોતાનો મત ઈવીએમ થકી નક્કી કરી દીધો છે જે આગામી 8મી તારીખે જાહેર થશે. જોકે તે પહેલા બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા પોત પોતાના એક્ઝિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન મોટા ભાગે ભાજપની સરકાર બનતી જોવા મળી છે. ગુજરાતમાં એક્ઝિટ પોલના પરિણામોના અંદાજને હાલ તો રાજકીય પાર્ટીઓ ખોટા ઠેરવી રહી છે પરંતુ આગામી 8મીએ રાજકીય નેતા, પાર્ટી, મીડિયા બધાના પાણી મપાઈ જવાના છે તે નક્કી છે. આ દરમિયાનમાં કન્હૈયા કુમારે કહ્યું છે કે એક્ઝિટ પોલ એક દગો છે એ છલ છે.

હું નથી કહેતો કે ભાજપને બહુમત નહીં મળે કે પછી હું…: કન્હૈયા
કન્હૈયા કુમારે કહ્યું કે, એક્ઝિટ પોલ એક મોટો દગો છે છલ છે. અમારી ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય લોકો સાથે દગો કરવાનો નથી તેથી તેનો કોઈ એક્ઝિટ પોલ નહીં આવે. આ યાત્રાનો ઉદ્દેશ ઈલેક્શન નહીં ઈમોશન છે. ઈલેક્શન પોતાની જાતે જો તેની પ્રક્રિયા સારી રહેશે, સંસ્થાઓ યોગ્ય કામ કરતી રહેશે તો ઈલેક્શન રિઝલ્ટ પોતાની જાતે આવી જશે. જુઓ હું એવું નથી કહેતો કે ભાજપને બહુમત નહીં આવે કે એવું પણ નથી કહેતો કે બહુમત અમને મળી રહ્યો છે. અમે ગુજરાત ચૂંટણીમાં ભારત જોડો યાત્રાની ભાવના કેવી રીતે જોડાયેલી હતી તે કહ્યું. ચૂંટણી દરમિયાન અમે જાણ્યું કે આપણી લોકતાંત્રીક સંસ્થાઓને પાંગળી બનાવાઈ રહી છે અને ગુજરાતના સામાન્ય લોકોની વાતને ચૂંટણી ચર્ચામાંથી ગાયબ કરી દેવાઈ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

મોરબીની ઘટનામાં ચૌકીદારને જેલમાં, ચોરને ભગાડી દેવાયાઃ કન્હૈયા
કન્હૈયાએ એવું પણ કહ્યું કે, 22 વખત પેપર ફૂટ્યા, મોરબીમાં પુલ તૂટ્યો, ઘડિયાલ બનાવતી કંપનીને પુલનું કામ આપ્યું, ચૌકીદારને જેલમાં નાખી દેવાયા અને ચોરોને ભગાડી દેવાયા. આ સવાલ રાજકીય ચર્ચામાંથી ગુમ કરાવી દેવાયા. જીત જ રાતનીતિનો આધાર છે તેવું માનો છો, કોઈ ચૂંટણી જીતી જાય તો તમે માનો કે તે સાચો છે અને હારી જાય તે ખોટો તો તે યોગ્ય અને અયોગ્યને જોવાનો સચોટ રસ્તો નથી. ઘણી વખત ખોટું કરનારા પણ જીતી જાય છે પણ અંતે સત્ય પર આવવું પડે છે. ચૂંટણીના અંક ગણિતિય પરિણામો શું હશે તેના પર હું નથી બોલતો પણ સંવૈધાનીક સ્થિતિ પર આવું છું.

2018માં એક્ઝિટ પોલ શું કહેતા હતા?- જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, 2018માં મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં એક્ઝિટ પોલે શું કહ્યું હતું. તેના પર સવાલ યોગ્ય નથી. અમને ખબર છે કે એક્ઝિટ પોલ કેવી રીતે કરાય છે, કોના પ્રભાવથી કરાય છે અને કેમ કરાવવામાં આવે છે. તેથી એક્ઝિટ પોલના આધાર પર એવું કહેવું ભાજપને બહુમત મળી રહી છે તો હું સમજું છું કે મને તેના પર બિલકુલ ભરોસો નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT