Covid Update : દેશમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો,છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 166 કેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

India Covid Update Health Ministry : વિશ્વમાં કોરોનાની મહામારીએ તબાહી મચાવી હતી. જોકે આ મહામારી હજુ સુધી સંપૂર્ણ ખતમ થઈ નથી. દેશમાં શિયાળની અસર દેખાતા જ કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 166 નવા કેસ નોંધાયા છે. હવે સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને 895 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર સૌથી વધુ કેસ કેરલમાં નોંધાયા છે. કેટલાક સ્વાસ્થ્ય નિષણતો અનુસાર શિયાળાની સીઝનમાં ઇન્ફ્લુએન્જાના કેસ વધવાની સાથે લોકોમાં શરદી, તાવ અને નિમોનિયા જેવી બીમારીઓ ઝડપથી ફેલાતી હોય છે. તેનાથી બચવા લોકોએ સાવચેતીના પગલા લેવા ખૂબ જ જરૂરી છે.

4.50 કરોડ લોકો કોરોનાનો ભોગ બન્યા

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 4.50 કરોડ નોંધાઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખથી વધુ છે. જોકે, રાહતના સમાચાર એ છે કે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા પણ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 4. 44 કરોડ લોકો કોરોના બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જે રાહતની વાત છે. દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

2019ના અંતમાં ચીનમાંથી લીક થયો હતો કોરોના

2019ના અંતમાં ચીનના વુહાનમાં પ્રથમ વખત કોરોના વાયરસનો ઉદભવ થયો હતો. બાદમાં તે મોટા પાયે ફેલાઈ અને મહામારીમાં ફેરવાઈ ગયો. સમગ્ર વિશ્વમાં લાખો લોકો માર્યા ગયા હતા, જ્યારે તેનાથી લાખો લોકોના સ્વાસ્થ્યને અસર થઈ હતી. વિશ્વને હચમચાવી નાખનાર વાયરસ વુહાનની બાયો-લેબમાંથી લીક થયો હોવાના આરોપોને ચીને સતત ફગાવી દીધા છે. જેમ જેમ વિશ્વ કોરોનાવાયરસના ઝડપથી ઉભરી રહેલા પ્રકારો સાથે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ચીને વિદેશથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ અથવા પ્રતિબંધ મૂકીને બાકીના વિશ્વથી પોતાને અલગ કરી દીધા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT