‘મારા કારણે જેનું મંત્રીપદ ગયું એણે કેટલાકને હાથો બનાવી આક્ષેપો કરાવ્યા’, યુવરાજસિંહનો મોટો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ડમી વિદ્યાર્થી કાંડને લઈને એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બિપિન ત્રિવેદી નામનો વ્યક્તિ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવી રહ્યો છે કે, તેમણે ડમી કાંડમાં નામ ન લેવાના રૂપિયા 55 લાખ લીધા. જોકે વીડિયોની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ આ વીડિયો સામે આવતાની સાથે જ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે, મારી પાસે 35 લોકોના લિસ્ટ હતા. તેમણે કહ્યું કે આ બિપિન ત્રિવેદીને હું મળ્યો છું, પણ તેમણે રૂપિયા લીધાની વાત નકારી હતી.

‘બિપિનભાઈ રાજકીય વ્યક્તિનો હાથે બન્યા, એમને પણ જાણું છું’
ગુજરાત તક સાથેની વાત ચીતમાં યુવરાજ સિંહે સમગ્ર મામલે તેમના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું, આ કૌભાંડીઓને પીઠબળ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને પણ હવે હું ખુલ્લા પાડીશ. અત્યારે પ્રકરણ દબાવવાનો અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બિપિનભાઈ જે-તે રાજકીય વ્યક્તિનો હાથો બન્યા છે. એમને પણ હું જાણું છું. આ મુદ્દામાં શામ, દામ, દંડ અને ભેદથી પતાવવાની વાત કરી. હું આ મુદ્દામાં ક્યાંય પકડાયો નહીં, તેની પાસેથી મારે જે સત્ય લેવું હતું તે લઈ લીધું. મેં પછી ફેસબુકમાં લાઈવ થઈને લાગણી વ્યક્ત કરી દીધી અને તેમના નામ બહાર પાડીશ એમ કહી દીધું.

‘સત્તાધારી પાર્ટીના નેતા જ એમને મદદ કરે છે’
તેમણે કહ્યું, એટલે આ લોકો જનપ્રતિનિધિઓ પાસે ગયા અને મદદ માગી. કદાચ એ જનપ્રતિનિધિઓને આમના વોટ લેવા હશે કે બીજો કોઈ ઈરાદો હશે. એટલે તેમણે એવું કીધું હું કહું એ બોલવાનું અને એટલું જ કરવાનું. હું તમને આગળના દિવસોમાં બહાર કાઢી લઈશ. એ લોકોએ એને મદદ કરી છે અને રાજકીય વ્યક્તિ હાલમાં સત્તાધારી પાર્ટીમાં છે. કંઈ વાંધો નહીં આપણે લડી લઈશું. તમે સત્તામાં છો એનો મતલબ એવો નથી કે તમે સાચા જ છો. અમુક રાજકીય વ્યક્તિ જાણી જોઈને બિપીન ભાઈ જેવાને ઊભા કરીને જે-તે બોલાવી નાખવું, પછી મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું સમજું છું બધું. મને ખબર છે આ કોઈના દોરી સંચારથી જ ચાલે છે.

ADVERTISEMENT

બે દિવસ પહેલા 80 લાખની ઓફર થયાનો કર્યો હતો દાવો
ખાસ છે કે, બે દિવસ પહેલા જ યુવરાજસિંહે ફેસબુકમાં લાઈવ કરીને કેટલાક ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, મને 80 લાખ રૂપિયા રોકડા અને તે સિવાયના બીજા 2 કરોડ રૂપિયા કહો ત્યાં આંગડીયુ અથવા બેન્ક ટ્રાન્સફરની ઓફર પણ મને આપી હતી. જો કે મે જ્યારે આનો ઇન્કાર કરી દીધો હતો. જેથી મારા પર દબાણ લાવવા માટે મારા પરિવાર અને મારા સસરા પક્ષના લોકો દ્વારા મારા પર દબાણ લાવવા માટે ધમકી આપવામાં આવી હતી. આ લોકો મારા પરિવાર સુધી પહોંચ્યા તેના કારણે મને સમસ્યા થઇ હતી.

ADVERTISEMENT

ભાજપના પૂર્વ મંત્રી પર કર્યા હતા આક્ષેપ
જેથી હવે આ લોકો મને ફસાવવા માટેના ષડયંત્રો રચી રહ્યા છે. જો કે રાજકીય કિન્નાખોરી રાખીને મને પોલીસ પ્રોટેક્શ પણ આપવામાં આવ્યું નથી. આ લોકો સતત મને ફસાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જે આરોપીઓ છે તેને સરકારી સાક્ષી બનાવીને મને ફસાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના એક નેતા કે જેનું કદ મારા કારણે ઘટ્યું છે. પોતાનું મંત્રીપદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે તે નેતા હાલ મારી પાછળ હાથ ધોઇને પડ્યા છે. એકવાર પુછાઇ ગયું હતું કે કોણ યુવરાજસિંહ? આજે તેને યુવરાજસિંહ કોણ તેનો જવાબ ચારે તરફથી મળી રહ્યો છે. આ લોકો ગુનેગારને બચાવવા માટે મેદાને પડ્યા છે. મને તકલીફ છે કે આ લોકો ગુનેગારોની પડખે કેમ ઉભા છે?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT