યુવરાજસિંહે કર્યો હુંકાર કહ્યું, હું બહાર આવીશ એટલે ધણું બધુ નવું જાણવા મળશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: કથિત તોડકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાએ જામીન અરજી મુકતા તેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. સોમવારે જામીન અરજીમાં તપાસ અધિકારી દ્વારા સોગંદનામુ પણ રજૂ કરવામાં આવશે. યુવરાજસિંહે મુકેલી જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમને રાજકીય કિન્નાખોરી રાખીને કેસમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યાં છે અને તેઓ નિર્દોષ છે. આ દરમિયાન યુવરાજસિંહ જાડેજાને આજે રુટિંગ કોર્ટ મુદત દરમિયાન છઠ્ઠા એડિશનલ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આર્થિક લેતી દેતીમાં કોઈપણ જગ્યાએ મારું ઇનવોલમેન્ટ છે નહીં.

તોડકાંડમાં કથિત રીતે ફસાયેલા યુવરાજસિંહ જાડેજા મીડિયા સાથે કરી વાતચીત કરી હતી તેમણે કહ્યું હતું કે, મને ન્યાય તંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. ચોક્કસપણે ન્યાય થશે. પોલીસે મુકેલ પુરાવા સામે અમે પણ મજબૂતાઈથી જવાબ આપીશું. અમારી પાસે ઘણું બધુ એવું છે. જે આવનાર સમયમાં આવનાર સમયમાં બહાર આવશે. કોઈ પણ આર્થિક લેતીદેતીમાં મારુ કોઈ પણ જગ્યાએ ઇનવોલમેન્ટ નથી. અત્યારે હજુ વન સાઈડ જ પિકચર દેખાયું છે. હજુ બીજી તરફનું જોવાનું બાકી છે. પડદા પાછળનું પિક્ચર બહુ વિશાળ છે. પાંચ પાંડવોને લઈ નિવેદન આપતા કહ્યું કે હું બહાર આવીશ એટલે ઘણું બધુ બહાર આવશે.

જાણો શું છે મામલો
તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી યુવરાજસિંહના બંને સાળાને પકડી લેવામાં આવ્યા છે. શિવુભા ગોહીલે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. તેમના મિત્રના ઘરેથી 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી.

ADVERTISEMENT

900 પાનાની ચાર્જશીટ રજૂ
તોડકાંડમાં પોલીસે 90 દિવસ પછી કોર્ટમાં યુવરાજસિંહ વિરુદ્ધ 900 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી તેમ જાણવા મળ્યું હતું. સવાલ એ થાય કે આ 900 પાનામાં પોલીસે ક્યાં ક્યાં પૂરાવા રજૂ કર્યા છે ? આ ચાર્જશીટમાં પોલીસે આરોપીઓ સામેના પૂરાવા અને સાક્ષીઓ ત્યા રજૂ કર્યાં છે. આ કેસમાં કુલ 128 સાક્ષીના નામ આપવામાં આવ્યા છે. જેમાંથી 17 સાક્ષીના 164 મુજબના નિવેદન નોંધવામાં આવ્યા છે.

શિવુભા ગોહીલના જામીન કોર્ટે મંજૂર કર્યા
ભાવનગરનાં ચકચારી તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજાના સાળા શિવુભા ગોહીલના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલ વિરુદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં એક કરોડ રૂપિયાનાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે તોડકાંડ પ્રકરણમાં કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોના જામીન મંજૂર થયા છે. જેમાં ઘનશ્યામ લાધવા, કાનભા ગોહિલ, બિપીન ત્રીવેદી, રાજુના જામીન દેશ નહીં છોડવા અને પોસપોર્ટ જમા કરાવવો તે શરતે જામીન આપ્યા હતા જ્યારે રમેશ બારૈયાએ આગોતરા જામીન મુકતા તેના પણ મંજુર કરાયા છે. જો કે ઉલ્લેખનીય છે કે ભાવનગર કોર્ટે શિવુભાના શરતી જામીન મંજૂર કર્યા છે. શિવુભા ગોહિલે 15 હજારના બોન્ડ અને ગુજરાત બહાર જવા માટે કોર્ટની મંજૂરી લેવાની શરતે જામીન મેળવ્યા છે. આ સાથે શિવુભાને પોતાનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT