યુવરાજસિંહ જાડેજાનો પડકાર, જેલમાં નાખી દો તો પણ લડીશ, વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ સામે લાવીશ
અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં છે. આ દરમિયાન પેપરલીક કૌભાંડ હોય કે ગેરરીતિ, યુવરાજસિંહ જાડેજા સતત ચર્ચામાં રહે છે. ત્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં છે. આ દરમિયાન પેપરલીક કૌભાંડ હોય કે ગેરરીતિ, યુવરાજસિંહ જાડેજા સતત ચર્ચામાં રહે છે. ત્યારે આજે ફરી યુવરાજસિંહ લાઈવ થઈ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેને કહ્યું કે આ વેપાન કરતાં પણ મોટું કૌભાંડ છે. મને જેલમાં મોકલી આપો તો પણ હું લડતો રહીશ.
32 વર્ષનો યુવાન બિન સચિવાલયમાં ગેરરીતિ થઈ તેની માહિતી આપે છે અને સરકાર એવું કહે છે કે માહિતી ખોટી છે. ગેરરીતિ થઈ નથી. આધાર પુરાવા આપ્યા છે તો પણ કહે કે ગેરરીતિ થઈ નથી. અંતે સરકાર સ્વીકારે છે કે હા ગેરરીતિ થઈ છે. પરીક્ષા રદ કરીએ છીએ. આમ આમરું સત્ય અમારે જ સાબિત કરવાનું છે. અમે પુરાવાના પણ પુરાવા આપીએ છીએ અને છતાં કહે છે કે ખોટી વાત છે. ત્યાર બાદ સાબિત કરીએ ત્યારે સ્વીકાર કરે છે.
સરકાર તમારી, પોલીસ તંત્ર તમારું, કરાઇ એકેડમી તમારી કોઈ વ્યક્તિ ઘૂસી જાય, આધાર પુરાવા આપીએ છીએ. કારણ કે સિસ્ટમનો સડો દૂર કરવો છે. આ કારણે પાર્ટીને પણ દૂર રાખી છે. છેલ્લા બાર વર્ષથી કૌભાંડ ચાલતુ હતું., કોઈ ભરતી બાકી નથી રાખી, કેટલાય મંત્રી મુખ્યમંત્રી સત્તાધીશો બદલી નાંખ્યા તો મારે એવુ સમજવાનું કે આ બધાએ પૈસા ખાધા છે. આ વ્યાપામ કરતાં આપણ મોટું કૌભાંડ છે. એની કોઈ ગંભીરતા નથી.
ADVERTISEMENT
તમે દિવસને રાત સાબિત કરી શકો છો
આ લોકોએ એવુ સાબિત કરવા માટે આખી સિસ્ટમ લગાવી દીધી છે કે યુવરાજસિંહે પૈસા ખાધા . પરંતુ મારી પાસે આના કરતા પણ મોટા સ્કેમની માહિતી છે. હું એના પર કામ કરી રહ્યો છું. હા સામે અને પુરાવાની જરુંર છે. મે પૈસા ખાઈને નામ છુપાવ્યાં શુ એ એવડો મોટો મુદ્દો છે કે બાર વર્ષથી જેણે સિસ્ટમની પથારી ફેરવી એ દેખાય જ નહી. જાગરૂક નાગરિક તરીકે માહિતી મી આપી છે. તમે તો સરકાર છો. દિવસ ને રાત અને રાત ને દિવસ સાબિત કરવામાં સક્ષમ છો. આંખ બંધ કરી માની લેશે. પ્રતાડીત કરીને તમે કોઈ પાસેથી કઈ બોલાવી લો પણ હકીકત બદલી નહી શકે.
આ પણ વાંચો: મોડાસાઃ ‘મારું દેવું વધી ગયું છે, મદદ કરો નહીં તો મરવા સિવાય રસ્તો નથી’- પોલીસકર્મીને આખરે મળ્યા રૂપિયા
ADVERTISEMENT
ફેક્યો આ પડકાર
હુ ડંકાની ચોટ પર કહુ છુ કે મે કોઈ પૈસા લીધા નથી. હું સત્ય સાબિત કરીને જ બતાવીશ અત્યાર સુધી સાબિત કરતો જ આવ્યો છુ. માનનીય નરેન્દ્ર મોદી સાહેબને જે તે સમયે મીડિયા અને લોકોએ દોષિત સાબિત કરી બતાવ્યા હતા. સમયનું ચક્ર ફર્યું અને આજે પીએમ છે. પડકાર ફેકું છુ કે એક એકને સામે લાવીશ. મને જેલમાં નાખી દો તો પણ લડીશ. એનઆઈઓસમાં, વનવિભાગની ભરતીમાં દોડનાર અલગ, પ્રિલિમ આપનાર અલગ અને નોકરી કરનાર અલગ છે. નોકરી કરનાર ત્રીજો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પણ કૌભાંડ ચાલે છે. જો સરકારે પૈસા ન લીધા હોય તો આ બધાને પકડી પાડો. હુ મારા બીજા મિશન માટે કામ કરી રહ્યો છું.. અને સમય આવ્યે ઉજાગર કરીશ. આવનાર દિવસોમાં એ પણ હુ સાબિત કરીને રહીશ.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT