યુવરાજસિંહને ફરી એક વાર સમન્સ મોકલાયું, 21 એપ્રિલે રહેવું પડશે હાજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ડમી ઉમેદવાર કાંડ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે યુવરાજસિંહને ભાવનગર SOG સમક્ષ હાજર થવાનું સમન્સ હતું. યુવરાજસિંહ આજે 12 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થવાના હતા. આ દરમિયાન તેમના ધર્મપત્નીએ યુવરાજસિંહને લઈ મહત્વની અપડેટ આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. જેને લઈ યુવરાજે 10 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે આજે તેમણે ફરી સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને 21 એપ્રિલે હાજર રહેવા જણાવ્યું છે.

ડમીકાંડ મામલે ભાવનગર રેન્જ IG એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે યુવરાજસિંહને ભાવનગર પોલીસે બીજુ સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને ફરી હાજર થવા નોટિસ ફટકારવામાં આવી છે. પોલીસે શુક્રવાર બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો 21 તારીખ સુધીમાં યુવરાજસિંહ હાજર નહીં થાય તો લીગલ કાર્યવાહી કરવામાં આવશે તેમ રેન્જ IG એ જણાવ્યું હતું.

યુવરાજસિંહ જાડેજાને ફરી એક વાર સમન્સ મોકલવામાં આવ્યું છે. તમને CrPC કલમ 160 મુજબ સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે  પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન પ્રાપ્ત થયેલ હક્કિત અનુસાર તમોએ પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વ્યક્તિઓના નામો નહી આપવા બાબતે કેટલાક નાણાકીય વ્યવહાર કર્યા હોવાના આક્ષેપો સંદર્ભે તમારો પક્ષ રજુ કરવા માટે અમારી સમક્ષ તપાસના કામે હાજર રહેવા સમજ કરવામાં આવેલ પરંતુ તમો આવેલ ન હોય, કુદરતી ન્યાયના સીધ્ધાત મુજબ તમોને તમારો પક્ષ રજુ કરવા માટે બીજી તક આપવામાં આવે છે. તો આ માટે 21/04/2023  ના  12 : 00 વાગ્યે ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ પોલીસ ઇન્સપેકટરની કચેરી નવાપરા ડી.એસ.પી.ઓફિસ ભાવનગર ખાતે હાજર રહેવા તમોને સમજ કરવામાં આવે છે.

ADVERTISEMENT

જાણો શું કહ્યું હતું બિંદિયાબા એ
યુવરાજસિંહ જાડેજાના સતત વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશન ને કારણે તબિયત અચાનક લથડી છે. SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOG ને મેઈલ કરી લેખિત માં સમય માંગ્યો.

ADVERTISEMENT

10 દિવસનો માંગ્યો સમય
યુવરાજ સિંહના ધર્મપત્ની બિંદિયાબાએ ટ્વિટ કરી જાણકારી આપી કે યુવરાજસિંહની તબિયત લથડી છે. આ સાથે ટ્વિટમાં પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આપ સાહેબ ઘ્વારા અમોને સી.આર.પી.સી. કલમ 160 મુજબના સમન્સ તા18/4/2023 ના રોજ મોકલાવેલ અને આજરોજ તા.19/04/2023 ના રોજ કલાક 12:00 વાગ્યે ભાવનગર એસ.ઓ.જી. પી.આઈ. સાહેબની કચેરી નવાપરા ડી.એસ.પી. કચેરી ખાતે ભરતનગર પોલીસ સ્ટેશનના ગુના નં.11198068230274/2023 ના ગુનાના કામે અમોનો જવાબ લેવા માટે થઈને સમન્સ આપવામાં આવેલ જે બાબતે અમો જણાવીએ છીએ કે,

ADVERTISEMENT

અમોને આજરોજ સવારે અચાનક તબીયત લથડતા ચક્કર આવી જતા હાલ તમો સાહેબ ઘ્વારા આપવામાં આવેલ સમય અને સ્થળે અમો આવી શકીએ તેવી શારીરીક પરિસ્થિતિ ન હોવાથી અમોને આપ સાહેબ સમક્ષ રજુઆત તેમજ જવાબ દેવા સારૂ દીવસ-10 નો સમય આપવા વિનંતી છે.

આજે  હાજર થવા પાઠવ્યું હતું સમન્સ 
ભાવનગરમાં ડમીકાંડ કૌભાંડનો ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજા હવે તપાસના ઘેરામાં આવ્યા છે. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનું છે. યુવરાજસિંહે ડમીકાંડમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા. આ ઉપરાંત નાણાકીય વ્યવહાર અંગે ખુલાસો કરવા માટે પોલીસે તેમને સમન્સ પાઠવ્યું છે. આજે 19મી એપ્રિલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવાયું છે.

યુવરાજસિંહ પર 45 લાખ લેવાનો આક્ષેપ લાગ્યો
નોંધનીય છે કે ડમી કાંડ કૌભાંડમાં તાજેતરમાં જ યુવરાજસિંહના પૂર્વ સાથી એવા બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂ.45 લાખ લીધા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહે તમામ આરોપોને નકાર્યા હતા અને બિપિન ત્રિવેદી કોઈ રાજકીય વ્યક્તિનો હાથો બની ગયા હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં બે મહિના પહેલા ભણવા માટે ગયેલી ગુજરાતની પટેલ યુવતીનું કાર અકસ્માતમાં કરુણ મોત

ડમીકાંડમાં 36 સામે નોંધાઈ ફરિયાદ
નોંધનીય છે કે, ડમીકાંડમાં અત્યાર સુધીમાં ભાવનગર પોલીસે 36 સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. જ્યારે મોટાભાગના આરોપીઓ હજુ પોલીસની પકડમાં આવ્યા નથી. જેમને પકડવા માટે SIT અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. જ્યારે અગાઉ 4 જેટલા આરોપીઓ પકડાયા હતા. બાદમાં વધુ બે આરોપી પકડાતા તેમને હાલમાં રિમાન્ડ પર મોકલાયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT