યુવરાજસિંહને આશંકા કે, તેમને પતાવી દેવામાં આવશે… શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન
ભાવનગર: યુવરાજસિંહ જાડેજા આજે ડમી કાંડને લઈ પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમના પર પૈસા લઈ નામ છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો…
ADVERTISEMENT
ભાવનગર: યુવરાજસિંહ જાડેજા આજે ડમી કાંડને લઈ પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેમના પર પૈસા લઈ નામ છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ સમન્સમાં હાજર ન થયા બાદ તેમને બીજું સમન્સ પાઠવવાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ સમક્ષ હાજર ન થતાં પહેલા તેમને બીજું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે પોતાની હત્યા થઈ જશે તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. આ સાથે શિક્ષણ માતૃ કુબેર ડીંડોરના નિવેદન પર નિશાન સાધ્યું છે.
પાંચ પાંડવોનો ખુલાસો કરતાં કહ્યું કે, મારી પાસે જે આધાર પુરાવા હતા તેણે યોગ્ય જગ્યાએ રાખવા માટે. મીડિયા સમક્ષ પહોંચાડવા માટે. જનતા સુધી પહોંચે. મારા વિદેશ રહેતા મિત્રો જે ગુજરાતમાં રહેતા હોય અને આઉટ ઓફ ગુજરાત રહેતા હોય.તેને મે વારસદારો નીમ્યા છે. મને ગંધ આવી રહી છે આજે નહિ તો કાલે મને પતાવી દેવાશે. મારુ પૂરું કરી દેવામાં આવશે. હિટ એન્ડ રન થશે કા મારી નાખવામાં આવશે. જે કોઈ છે એને આ કૌભાંડને ભૂતકાળ બનાવવાનું છે.
કુબેર ડીંડોર પર સાધ્યું નિશાન
કુબેર ડીંડોરને લઈ કહ્યું કે, જે શિક્ષણ મંત્રી કહેવાં માંગે છે કે તે યુવરાજસિંહને ભૂતકાળ બનાવવા માંગે છે. એ નથી કહેતા કે વર્તમાનમાં જે કૌભાંડો થાય છે તેની પર તપાસ કરીશું. વિધ્યાર્થી દેશનું ભવિષ્ય છે. અને ભવિષ્ય તમારી પાસે હુંકાર કરી રહ્યું છે. આજે વ્યક્તિઓ છે. અમે 100 નામ થી વધુનું લિસ્ટ આપવા જઈ રહ્યા છે. અમે સહયોગ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT