ગુજરાતમાં 24 કલાકમાં ત્રીજા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, રાજકોટનો મૃતક યુવાન માત્ર 19 વર્ષનો
રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ યુવાનોમાં વધી રહ્યું છે. યુવાનોમાં ફિટનેશથી લઈને ખાણીપીણી અને રોજીંદા જીવન પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે.…
ADVERTISEMENT
રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ યુવાનોમાં વધી રહ્યું છે. યુવાનોમાં ફિટનેશથી લઈને ખાણીપીણી અને રોજીંદા જીવન પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે. સરકારી આરોગ્ય વિભાગ પર કેટલી નિર્ભરતા રાખવી તે પણ નક્કી કરવું રહ્યું. ગુજરાતમાં છેલ્લા 24 કલાક જેટલા સમયમાં હાર્ટ એટેક આવવાના કારણે ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યાની વિગતો સામે આવી છે. શક્ય છે કે આ આંકડો આપણી જાણકારી કરતા વધારે પણ હોય. કારણ કે સંપૂર્ણ આંકડાકિય વિગતો ત્વરિત મળતી હોતી નથી. હાલની વાત કરીએ તો હમણાં જ સુરત અને મોરબી પછી રાજકોટમાં એક યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. ચોંકાવનારી વાત એ હતી કે તે હજુ માત્ર 19 વર્ષનો હતો.
ગુજરાતીઓ… આજે મળશે ગરમથી થોડી રાહત, કયા જિલ્લામાં કેટલો રહેશે ગરમીનો પારો
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક પડી ગયો હતો. જે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યટો હતો. જે પછી યુવકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું તબીબોએ કહ્યું હતું. યુવકના અવસાનથી પરિવાર ગમગીન થી ગયો હતો. જુવાન આદર્શનો પરિવાર તેની અચાનકની અલવીદાથી શોકમાં સરી પડ્યો હતો. પરિવાર માટે આ સમાચાર કોઈ વજ્રઘાતથી ઓછા ન હતા.
આ ઘટનાઓએ પણ સહુને ચોંકાવ્યા
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સુરતમાં ખટોદરા વિત્રામાં કાનસિંહ રાજપૂત નામના રાજસ્થાનના વેપારી બાઈક પર પાછળ બેસીને ફરતા હતા. દરમિયાન એટેક આવતા તેમનું મોત થયું હતું. બીજી બાજુ મોરબીની એક ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં રફાળેશ્વર ગામના કારખાનાના ચોકીદારનું પણ દરવાજો ખોલવા જતા પહેલા અચાનક એટેક આવતા મોત નીજપ્યું હતું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT