World Lion Day: નર્મદામાં જન્મેલા ગંગા, જમુના અને સરસ્વતી પોતાના ભાઇ સાથે પિંજરામાં પહેલી વાર ટહેલવા નીકળ્યા
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ એશિયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ એશિયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે.સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ ચાર બાળ સિંહોને જન્મ આપ્યો ત્યારે જંગલ જંગલ પતા ચલા હૈ,શ્રધ્ધા કે ઘર પલના બંધા ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું.
સિંહની સાચવણીનું મળ્યું ક્યૂટ પરિણામ
હવે આ ચારેય બાળ સિંહો એ પહેલીવાર પિંજરા ના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વાર હરખની હેલી ચઢી છે. એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક ( જંગલ સફારી)માં 3 મહિના પહેલા માદા સિંહ “શ્રદ્ધા”એ ૪ બચ્ચાઓને જન્મ આપ્યો હતો, પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. careful care taking ની આ એક અનુપમ સિદ્ધિ હતી. સિંહ યુગલ “સુલેહ” અને “શ્રદ્ધા” ના સફળ પ્રજનન બાદ જન્મેલા ચાર સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી. જેનું ઉમદા પરિણામ મળ્યું છે. આ પરિણામ એટલું ક્યૂટ પણ કહી શકાય છે કારણે કે આ બાળ સિંહો જે રીતે એક બીજા સાથે મસ્તિ કરતા હોય છે તેને જોઈ દરેક બોલી જ ઉઠે કે ‘સો ક્યૂટ’.
ADVERTISEMENT
ગાંધીનગરની ખુરશીઓ હલવાની તૈયારીમાંઃ ખેડૂતને જાહેરમાં લાફા મારવા પડશે ભારે, MLAનું માગ્યું રાજીનામુ- Video
આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે ચારે સિંહ બાળ ગંગા, જમુના અને સરસ્વતી અને નર સિંહ બાળને વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા. હવે ચારે નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ-સહેલગાહથી પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું. ગત વર્ષે પણ શ્રદ્ધા અને સુલેહે પણ ૨ બચ્ચાને જન્મ, આપ્યો હતો અને આ વર્ષે વધુ ૪ બચ્ચાને જન્મ આપ્યો છે. જેથી પ્રવાસીઓ માટે જંગલ સફારીમાં સૌથી મોટું આકર્ષણ સિંહ પરિવાર બન્યુ છે અને તે પણ બાળ સિંહોની નટખટ મસ્તીને કારણે. પ્રાણીસંગ્રહાલયમાં જન્મ લેતા પ્રાણીઓના પણ અનોખા નામ રાખવામાં આવે છે. તે પ્રમાણે આ ચાર સિંહ બાળ પૈકી ૩ માદાઓના નામ ગંગા, જમુના અને સરસ્વતી નામ આપવામાં આવ્યુ છે અને નર બાળ સિંહનું નામકરણ ટુંક સમયમાં જ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT