કેજરીવાલ-સોનિયા ગાંધીને સ્મૃતિ ઈરાનીએ કહ્યા પ્રાણીઃ બનાસકાંઠામાં ભાષણ વચ્ચે નમાજની અજાન ચાલુ થતાં તેમણે શું કર્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધાનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવારને નિશાને લઈ રાહુલ અને પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી તરીકે સંબોધન કરી કોંગ્રેસને દેશદ્રોહી અને અધર્મિ પાર્ટી ગણાવી તેનો નામશેષ કરી ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. સ્મૃતિ ઈરાનીના ભાષણ દરમિયાન બાજુમાં મસ્જિદમાંથી નમાજની અજાન ચાલુ થઈ જતા તેઓએ ભાષણ એક મિનિટ માટે રોકી દીધું હતું. જોકે પબ્લિકે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવતા તેઓએ ફરીથી પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ અને સોનિયા ગાંધીને પ્રાણી તરીકે સંબોધ્યા હતા.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બાબો-બેબી તરીકે સંબોધ્યા
કેન્દ્રીય મંત્રીએ સ્મૃતિ ઈરાનીએ ડીસાના રિસાલા ચોકમાં જાહેર સભા સંબોધી હતી.જેમાં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સીધા નિશાના ઉપર લઈ જણાવ્યું હતું કે, જેમને બોલતા આવડતું નથી તેવા કોંગ્રેસના સર્વે સરવાઓને ગુજરાતના જ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આવવાની ના પાડી દીધી છે અને પ્રચારથી દૂર રાખ્યા છે. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી કહીને સંબોધન કરતા પબ્લિકે તાળીઓનો ગડગડાટ કર્યો હતો. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસને દેશદ્રોહીઓની સાથે રહેનારી પાર્ટી ગણાવી હતી. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે નર્મદા ડેમનું કામ રોકી ગુજરાતની પ્રજાને ખૂબ જ મોટો અન્યાય કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ અને કેજરીવાલને કહ્યા પ્રાઈઓ
સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લઈ આમ આદમી પાર્ટી એ નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશૅ કરેલી અપમાનજનક ટિપ્પણીઓની લોકોને યાદ અપાવી તેમને પણ જાકારો આપવા જણાવ્યું હતું. બે પ્રાણીઓ છે જેમને ગુજરાતી આવડતું નથી તેમ કહી સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ ને પ્રાણીઓ સાથે સરખાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ યુદ્ધમાં ત્રણ નિયમ પાળે એ યુદ્ધ જીતે તેમ જણાવી જે જે મહિલાઓનું સન્માન કરે અને ધર્મનો સાથ આપે તે જ યુદ્ધમાં જીતે તેમ જણાવી ભાજપની ગુજરાતમાં જીત નિશ્ચિત હોવાનું જણાવી દિશામાં પણ પ્રવીણ માળીને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT