શ્રમિકો બપોરે 1 થી 4 કામ નહીં કરાવી શકાય, સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરાયો
અમદાવાદ : રાજ્યની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય કચેરી દ્વારા ઉનાળામાં સતત વધી રહેલી ગરમીને ધ્યાને રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રમિકોને બપોરના સમયે…
ADVERTISEMENT
અમદાવાદ : રાજ્યની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય કચેરી દ્વારા ઉનાળામાં સતત વધી રહેલી ગરમીને ધ્યાને રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રમિકોને બપોરના સમયે કામ કરાવી શકાશે નહી. બપોરના કામમાંથી મુક્તિ આપવામાં આવી છે. બાંધકામ શ્રમિકોને બપોરે 1થી 4 દરમિયાન ફરજીયાત કામમાંથી મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પરિપત્રમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન જ લાગુ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતનાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ છે. તેવામાં શ્રમીકોનું સ્વાસ્થય ન કથળે તે માટે આ પરિપત્ર ખુબ જ આશિર્વાદ સમાન છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ મહાનગરોમાં ગરમીનો પારો 40 પાર થઇ ચુક્યો છે. અસહ્ય ગરમીના કારણે લોકો વિહ્વળ બન્યા છે. બપોરે રોડ પર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. તેવામાં મજૂરી કામ કરતા શ્રમિકોની સ્થિતિ ખુબ જ કફોડી બની રહી છે. તેવામાં સરકાર દ્વારા આગામી બે મહિના માટે તમામ શ્રમીકોને બપોરે 1થી4 દરમિયાન કામમાંથી છુટ્ટી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમનું તમામ એકમોએ ફરજીયાત પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાતાવરણ હજી પણ ગુજરાતમાં હડોળાયેલું છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા ઉપરાંત 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક સ્થળો પર વરસાદ પડી ચુક્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT