ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સૌથી વધુ સોનું ધરાવતા મહિલા ઉમેદવારો, જુઓ રિવાબાથી લઈ અમીબેન પાસે કેટલું સોનું છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં આગામી 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જે પછી 8 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પુરુષ ઉમેદવારો ઉપરાંત ઘણી બેઠકો પર મહિલા ઉમેદવારોનો પણ દબદબો છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, રાજકીય પાર્ટી કોઈ પણ હોય મહિલાઓને સોના જવેરાત વ્હાલા હોય તે સત્ય છે. આ દરમિયાનમાં રાજકીય પાર્ટીઓના કયા ઉમેદવારો છે કે જેમની પાસે ધરખમ સોનું છે તેની જાણકારીઓ તેમણે પોતાની એફિડેવીટમાં આપેલી વિગતો પરથી જાણી શકાય છે. તો આવો જાણીએ કે કોની પાસે કેટલું સોનું છે.

સોનામાં રિવાબા પાછળ પર ડાયમંડ જ્વેલરી ધરાવનારા એકમાત્ર
આપણે ગુજરાતના સૌથી વધુ સોનું ધરાવતા પ્રથમ પાંચ મહિલા ઉમેદવારો પર નજર કરીએ તો પ્રથમ પાંચમાંથી ચાર માત્ર ભાજપના છે, એક ઉમેદવાર કોંગ્રેસના છે. ગુજરાતમાં સૌથી વધુ સોનું ધરાવતા ઉમેદવાર કોઈ હોય તો તે વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણી જંગમાં ઉતરેલા અમીબેન રાવત છે. જેમની પાસે 230 તોલા સોનું છે. જોકે તેના પછી પોતાના પતિ રવીન્દ્ર જાડેજાના ક્રિકેટ કરિયરને પગલે જાણીતા બનેલા રિવાબા જાડેજા પાસે વધુ સોનું છે. તેઓ પાસે 200 તોલા સોનું છે. તેઓ હાલ જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપ પક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. 37 મહિલા ઉમેદવારોની વાત કરીએ તો ડાયમંડ જ્વેલરી ધરાવતા એક માત્ર રિવાબા જાડેજા જ છે કે જેમની પાસે ડાયમંડ જ્વેલરી છે. 14.80 લાખની તેમની પાસે ડાયમંડ જ્વેલરી છે.

કુતિયાણાના ઢેલીબેન ઓડેદરા પાસે છે આટલું સોનું
આ ઉપરાંત અમીબેન અને રિવાબા પછી ત્રીજા સ્થાને છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડી રહેલા રીટાબેન પટેલ પાસે. તેઓ અગાઉ ગાંધીનગરના મેયર પણ રહી ચુકેલા છે. જોકે તેમના અને રિવાબા વચ્ચે સોનાના વજનનું અંતર સ્વાભાવીક રીતે ઘણું દુર છે પરંતુ તેઓ 101.34 તોલા સોના સાથે ત્રીજા નંબરના મહિલા ઉમેદવાર છે કે જેમની પાસે આટલી માત્રામાં સોનું હોય. આ પછી કુતિયાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા ઢેલીબેન ઓેડેદરા પાસે 82 તોલા સોનું છે જ્યારે તેમના પછી પાટણ બેઠક પરથી ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડી રહેલા ડો. રાજુલબેન દેસાઈ પાસે છે. તેઓ પાસે 70 તોલા સોનું છે. તેઓ લો વુમન ડેવલપમેન્ટ એન્ડ જેન્ડર ઈન્ક્વાઈરી પર પીએચડી થઈ ચુકેલા ઉમેદવાર છે.

ADVERTISEMENT

AAPના મહિલા ઉમેદવારો પાસે કેટલું સોનું?
આ ઉપરાંત અન્ય મહિલા ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના રાજકોટ ગ્રામ્યના ભાનુબેન બારિયા અને કોંગ્રેસના ગરબાડા બેઠકના ઉમેદવાર ચંદ્રિકાબેન બારિયા પાસે 50 તોલા સોનું છે. કોંગ્રેસના માંજલપુર બેઠકના ડો. તસ્વીનસિંહ અને ભાજપના રાજકોટ પશ્ચિમ બેઠકના ડો. દર્શિતા શાહ પાસે 40 તોલા સોનું છે. જોકે હાલ અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો સોનામાં આગળ છે ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારોના સોના પર નજર કરીએ તો ઉના બેઠકના સેજલ ખુંટ પાસે 60 તોલા, ગોંડલના નિમિષાબેન ખુંટ પાસે 10 તોલા, તળાજા બેઠકના ઉમેદવાર લાલુબેન ચૌહાણ પાસે 10 તોલા, ઝઘડિયાના ઉર્મિલાબેન ભગત પાસે 7 તોલા, માંડવીના સાયનાબેન ગામીત પાસે 2 તોલા સોનું છે.

કોની પાસે સૌથી મોંઘી કાર?
સૌથી મોંઘી કાર ધરાવતા મહિલા ઉમેદવારોમાં સૌથી પહેલું નામ આવે છે માંજલપુર બેઠકના ડો.તેસ્વીનસિંહ કે જેઓ મર્સિડિઝ કાર ધરાવે છે, તે પછી લિંબાયતના સંગીતા પાટીલ કે જેમની પાસે ઈનોવા કાર છે. તે પછી ગાંધીધામના ભાજપ ઉમેદવાર માલતી મહેશ્વરી પાસે ઈનોવા છે. પાટણના ભાજપ ઉમેદવાર ડો. રાજુલ દેસાઈ પાસે ટાટા સફારી અને ક્રેટા કાર છે અને તે પછી કોંગ્રેસના મહુવા સુરતની બેઠક પરના હેમાંગી ગરાસિયા પાસે ફોર્ચ્યૂનર કાર છે.

ADVERTISEMENT

કુલ સંપત્તિમાં કોણ છે ટોપ 5?
સૌથી વધુ સંપત્તિ સાથે રિવાબા સૌથી આગળ છે. તેમની પાસે 97.35 કરોડની સંપત્તિ છે. તે પછી મહુવાના હેમાંગીબેન ગરાસિયા પાસે 30.67 કરોડ, ડેડિયાપાડાના કોંગ્રેસ ઉમેદવાર જેરમા વસાવા પાસે 67.21 કરોડ, ગાંધીનગરના રીટાબેન પટેલ પાસે 20.74 કરોડ, નારણપુરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ પાસે 10.98 કરોડનની સંપત્તિ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT