Dahod News : ગુજરાતમાં ચાલતી બસમાં દુષ્કર્મની ઘટના, ડ્રાઇવર-કંડક્ટરે આચર્યું કુકર્મ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dahod Latest News : ગુજરાતમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. દાહોદના ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મનો બનાવ કિસ્સો સામે આવ્યો છે. ટ્રાવેલ્સ એજન્સીની ખાનગી બસમાં મહિલા સાથે ડ્રાઇવર અને કંડક્ટરે ચાલુ બસે દુષ્કર્મ આચર્યુંની માહિતી મળી છે. આ ઘટના સામે આવતા જ રાજ્યમાં સુરક્ષા પર કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે.

ડ્રાઇવર-કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ, એક શ્રમિક મધ્યપ્રદેશના રાજગઢથી મજુરી કરવા મહિલા પોતાના પતિ સાથે ગત 8 જાન્યુઆરીના રોજ મોરબી-હળવદ ખાતે ખાનગી ટ્રાવેલમાં જઈ રહી હતી. દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે ચાલું બસ માં દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની માહિતી મહિલાએ મહિલા હેલ્પ લાઈન 181 કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ડ્રાઇવર-કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને આરોપીઓને રાઉન્ડ અપ કર્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT