વડોદરામાં ડિવોર્સ બાદ પણ પૂર્વ પતિ-પત્ની શારીરિક સંબંધ બાંધતા, એક દિવસ મહિલા પ્રેગ્નેટ થઈ ગઈ પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: શહેરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્નીએ ડિવોર્સ લીધા બાદ પણ એકાંતમાં મળીને શારીરિક સંબંધો બાંધવાનું ચાલું રાખતા મહિલા પ્રેગ્નેટ થઈ ગઈ હતી. જોકે યુવકે સમગ્ર મામલે પિતા તરીકેની જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી સમગ્ર મામલો ગૂંચવાતા મહિલાએ 181 અભયમ પર ફોન કરીને મદદની માગણી કરી હતી.

બંનેના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા
વિગતો મુજબ, વડોદરામાં યુવક-યુવતીના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે લગ્નજીવન દરમિયાન બંનેને કોઈ સંતાન ન થવાના કારણે તેમણે ડિવોર્લ લઈ લીધા હતા. ડિવોર્સ બાદ મહિલા પતિથી અલગ રહેતી હતી. પરંતુ આ દરમિયાન પણ પૂર્વ પતિ મહિલાને અવારનવાર મળતો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાતા રહ્યા. દરમિયાન મહિલાને 21મી એપ્રિલે માલુમ પડ્યું કે તે પ્રેગ્નેટ થઈ છે. એવામાં તેણે પૂર્વ પતિને આ મામલે જાણ કરી હતી.

પૂર્વ પત્ની પ્રેગ્નેટ થતા યુવકે બાળક અપનાવવાની ના પાડી દીધી
જોકે પૂર્વ પતિએ આ બાળક તેનું ન હોવાનું જણાવીને તેને અપનાવવાનો ઈનકાર કરી દીધો હતો. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. એવામાં મહિલાએ સમાધાન માટે 181 અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. અભયમની ટીમે પતિને સમજાવીને સમાધાનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ છૂટાછેડા થઈ ગયા હોવાથી બાળકની જવાબદારી તેની ન રહેતી હોવાનું જણાવ્યું હતું.

ADVERTISEMENT

પોલીસ સુધી મામલો પહોંચતા પરિવારોએ સમાધાન કર્યું
એવામાં અભયમની ટીમ મહિલાને લઈને પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવવા માટે કારંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જે બાદ બંને પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે બંને પરિવારના સદસ્યોએ બાદમાં અંદર અંદર આ મામલે સમાધાન કરી લેતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નહોતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT