દિવા તળે અંધારું! આરોગ્ય મંત્રીના વિસ્તારમાં દવાના અભાવે ખેડૂત મહિલાનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mehsana News: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વિસ્તારમાં જ દવાના અભાવે ખેડૂત મહિલાનું મોત થયાની ખબર સામે આવી રહી છે. ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ માર્યો હતો. આથી તેને સારવાર માટે વિસનગરની સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી, પરંતુ સર્પ દંશના ઈન્જેક્શન જ સ્ટોકમાં ન હોવાથી મહિલાનું સારવાર ન મળતા આખરે મોત થઈ ગયું.

ખેતરમાં મહિલાને સાપે ડંખ માર્યો

વિગતો મુજબ, કામલપુરના 61 વર્ષિય મહિલા ડહીબેન નારણભાઈ ચૌધરી ખેતરમાં ઘાસના પુળા સરખા કરતા હતા. દરમિયાન અચાનક સાપે તેમને ડંખ માર્યો હતો. આથી સર્પ દંશનો ભોગ બનેલા મહિલાને તાત્કાલિક સારવાર માટે વિસનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

હોસ્પિટલમાં ઈન્જેક્શન ન હોવાથી મહિલાનું મોત

પરંતુ વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સર્પ દંશ સામે રક્ષણ આપતા ઈન્જેક્શનનો સ્ટોક જ ન હોવાનું કહેવાયું. એવામાં મહિલાને યોગ્ય સમયે સારવાર જ મળતા તેનું મોત થઈ ગયું. બીજી તરફ વિસનગર માર્કેટ યાર્ડમાં વીમાનું પ્રીમિયમ ભર્યું ન હોવાથી મૃતક ખેડૂતના પરિવારને સહાય પણ ન મળી.

ADVERTISEMENT

જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું?

મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ કાપડિયા જણાવ્યું હતું કે, અથવા આરોગ્ય વિભાગમાં દસ દિવસ પહેલા કરેલા ચેકિંગ દરમિયાન ફાર્માસિસ્ટને નોટિસ અપાઈ છે. આ કેસમાં પણ તપાસ કરી લઉં છું જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે. હાલમાં મહિલા દર્દીને વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અને સિવિલમાં જથ્થો ન હોય તો તેમને સરકાર પાસેથી મંગાવી લેવો જોઈએ. મારી પાસે આ બાબતે ફરિયાદ આવશે તો ચોક્કસ પણે આ પ્રશ્ન સરકારના ધ્યાનમાં મુકીશું.

ખાસ છે કે વિસનગર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મતક્ષેત્ર છે, અને અહીંથી જ વિધાનસભાની ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા. જોકે આરોગ્ય મંત્રીના મત વિસ્તારમાં જ દવાના અભાવે દર્દીનું મોત થવું એ એક ગંભીર બાબત કહી શકાય. કારણ કે સમગ્ર તાલુકામાંથી અહીં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.

ADVERTISEMENT

(ઈનપુટ: કામિની આચાર્ય, મહેસાણા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT