ગુજરાતમાં ફરી આંદોલનોની સિઝન જામશે? સેંકડો વિદ્યાર્થીઓનું ગાંધીનગર કુચ
ગાંધીનગર : ગુજરાતમાં ભાજપે 156 ધારાસભ્યોની પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી દીધી છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ સાવ ધોવાઇ ગઇ છે. અન્ય કોઇ પણ પક્ષો બચ્યા…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતમાં ભાજપે 156 ધારાસભ્યોની પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી દીધી છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ સાવ ધોવાઇ ગઇ છે. અન્ય કોઇ પણ પક્ષો બચ્યા નથી તેવામાં આજે ધારાસભ્યોની શપથવિધિ થઇ હતી. દરેક મંત્રીઓને ખાતાઓની ફાળવણી પણ થઇ ગઇ છે. હવે શિયાળુ સત્ર પણ આયોજીત થશે અને સરકાર ફરીએકવાર પૂર્વવત શરૂ થઇ જશે. જો કે તેવામાં સૌથી મહત્વની બાબત છે કે, હજી સરકાર આળસ મરડીને બેઠી થાય તે પહેલા ફરી એકવાર આંદોલન પણ શરૂ થઇ ગયા છે.
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિદ્યાર્થીઓનો હોબાળો
આજે MPHW (મલ્ટીપર્પઝ હેલ્થવર્કર) ની પરીક્ષા પાસ કરી ચુકેલા ઉમેદવારોએ મોટી સંખ્યામાં આજે ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસે પહોંચીને આવેદન પત્ર આપ્યા હતા અને સુત્રોચ્ચાર પણ કર્યા હતા. વિદ્યાર્થીઓનો દાવો હતો કે, કુલ 1866 જગ્યા માટે 26-06-2022 ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જેના 5મહિના કરતા પણ વધારે સમય થઇ ચુક્યો છે. ભરતી બોર્ડે ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યાર બાદ આચાર સંહિતા આવી જતા કામગીરી અટકાવી હતી. જો કે હવે આચારસંહિતા હટી છે તો ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવું જોઇએ.
તંત્ર દ્વારા ઠાગાઠૈયા પરંતુ કોઇ નક્કર નિર્ણય નહી
જો કે તંત્ર દ્વારા હજી સુધી કોઇ પણ પ્રકારના નિમણૂંક પત્રો કે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. તેથી જો ડિસેમ્બરના અંત સુધીમાં ફાઇનલ લિસ્ટ બહાર પાડવામાં નહી આવે તો ઉમેદવારો આંદોલન શરૂ કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી. જેની જવાબદારી ગુજરાત પંચાયત પસંદગી મંડળની રહેશે તેવું પણ જણાવ્યું હતું. આ અંગે યોગ્ય પગલા ભરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT