પિયર ગયેલી પત્નીએ બારોબાર બીજા લગ્ન કરી લીધા, ઈન્સ્ટાગ્રામ ચેક કરતા પતિ ચોંકી ઉઠ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તર પ્રદેશ: લખનઉમાં એક પતિએ પોતાની પત્ની પર રોકડ-દાગીના લઈને પિયર ભાગી જવાની અને બીજા લગ્ન કરી લેવાનો આરોપ મૂક્યો છે. આ મામલે પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. પોલીસે નોંધેલી FIRમાં કહેવાયું છે કે, આ વ્યક્તિને પોતાની પત્નીના બીજા લગ્નની જાણકારી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા મળી.

રાજસ્થાનમાં યુવતી સાથે યુવકની મુલાકાત થઈ હતી
રિપોર્ટ મુજબ, મામલા લખનઉના ગોસાંઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કાસિમપુરનો છે. પોતાની પત્ની વિરુદ્ધ કેસ દાખલ કરાવનાર વ્યક્તિનું નામ અમિત યાદવ છે. ગોસાઈગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ વિનય કુમાર સિંહ મુજબ, પીડિતનું કહેવું છે કે, તે રાજસ્થાનના કોટામાં કોચિંગ કરતો હતો, જ્યાં તેની મુલાકાત નિશા નામની યુવતી સાથે થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા બની. બાદમાં બંને નિકટ આવ્યા હતા.

યુવતીએ દબાણ કરી યુવકને લગ્ન કરવા મજબૂર કર્યો
અમિત મુજબ, છોકરીએ કોટામાં જ ખોટી ફરિયાદ નોંધાવી તેના પર લગ્નનું પ્રેશર કર્યું. આથી આર્ય સમાજ મંદિરમાં તેમના લગ્ન થયા અને બાદમાં લખનઉમાં લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું. યુવતીને સાસરીમાંથી સોનાના દાગીના અને 40 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, એવો પણ આરોપ છે કે યુવતી આ દાગીના અને રોકડ લઈને પિયર હરિયાણા જતી રહી અને પછી પાછી જ ન આવી.

ADVERTISEMENT

પિયર જઈને બીજા લગ્ન કરી લીધા
રિપોર્ટ મુજબ, એક દિવસે અમિતે પોતાની પત્નીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલ્યું. ત્યારે માલુમ પડ્યું કે તેની પત્નીએ કોઈ ગૌતમ નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. અમિત મુજબ, તેની પત્નીએ ફોન પણ જણાવ્યું કે, તેણે પોતાના જૂના મિત્ર ગૌતમ સાથે લગ્ન કરી લીધા છે, જે સરકારી નોકરી કરે છે અને જોવામાં સ્માર્ટ પણ છે. હવે તે તેની સાથે જ રહેશે.

પત્નીએ ડિવોર્સ આપવાના રૂ.5 લાખ માગ્યા
FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પત્ની નિશાએ કહ્યું કે જો અમિત ડિવોર્સ લેવા ઈચ્છે તો તે 5 લાખ રૂપિયા આપીને ડિવોર્સ લઈ શકે છે. હાલમાં પોલીસે ફરિયાદી પત્નીની ફરિયાદ નોંધી લીધી છે અને નિશા અને ગૌતમ વિરુદ્ધ કલમ 494, 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT