કોણે કહ્યું ઉતાવળે આંબા ન પાકે! અહીં ભર શિયાળે આવી કેરી
અમરેલી: ગુજરાતીમાં કહેવત છે કે “ઉતાવળે આંબા ન પાકે” પરંતુ આ કેહવત ખોટી પડી છે અને સીઝન પહેલા જ આંબા પર કેરી આવી ગઈ છે…
ADVERTISEMENT
અમરેલી: ગુજરાતીમાં કહેવત છે કે “ઉતાવળે આંબા ન પાકે” પરંતુ આ કેહવત ખોટી પડી છે અને સીઝન પહેલા જ આંબા પર કેરી આવી ગઈ છે . અમરેલી જિલ્લાના રાજુલમાં ભર શિયાળે આંબા પર કેરી ઝૂલતી જોવા મળી રહી છે. વગર મોસમે આવેલ કેરીને ગ્લોબલ વોર્મિંગની અસર ગણી શકાય છે. આમ છતાં સવાલ થઈ રહ્યો છે કે આ કુદરતનો કરિશ્મા છે કે ગ્લોબલ વોર્મિંગની અસર?
કેરીઓ આવતા કુતૂહલ સર્જાયું
રાજુલા પંથકમાં ગત વખતે લોકોને તોકતે વાવાઝોડાના કારણે કેરીનો સ્વાદ ચાખવામાં મુશ્કેલી વેઠવી પડી હતી . પરંતુ આ વખતે હજુ સરખી શિયાળાની અસર પણ નથી જોવા મળી ત્યાં જ કેરીઓ આંબા પર ઝૂલતી જોવા મળી રહી છે. રાજુલના વાડ ગામે શિયાળામાં મસમોટી કેરીઓ આવતા કુતૂહલ સર્જાયું છે. અને ગ્લોબલ વોર્મિંગ ની અસરના કારણે સર્જાયું છે.
મબલખ પાકની આશા
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત રાજુલાના વડ ની કેસર કેરી જે આજે ભર શિયાળે રાજુલાના વડના મહેશભાઈ અમૃતલાલ રાજ્યગુરુ (અમુ દાદા) ની વાડી માં આગતર આંબા માં કેસર કેરી આવતા આશ્ચય પામવામાં આવેલ. ગ્લોબલ વોર્મિંગ અને વાવાઝોડાની અસર ને કારણે આ આગતર આબા આવેલ છે તેવું અનુમાન લગાવવાં આવી રહ્યું છે. અને જો વાતાવરણ સારું રહેશે તો આ વખતે મબલખ પાકનું ઉત્પાદન થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT