ચેતજો… 500 રૂપિયા રિફંડ લેવા જતા મહિલાને 1 લાખનો લાગ્યો ચૂનો, જાણો સમગ્ર ઘટના
ગાંધીનગર: એક તરફ દેશ ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. બીજી તરફ ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં સતત વધારો આવી રહ્યો છે. ત્યારે સાયબર ફ્રોડનો વધુ…
ADVERTISEMENT
ગાંધીનગર: એક તરફ દેશ ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. બીજી તરફ ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં સતત વધારો આવી રહ્યો છે. ત્યારે સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં રહેતી મહિલાએ ઈ-કોમર્સ પોર્ટલ પરથી કેટલાક આર્ટિકલ મંગાવ્યા હતા અને UPI દ્વારા ચૂકવણી કરી હતી. વસ્તુ પરત કરવામાં માટે લીંક પર આવેલ ફોર્મ ભરતાની સાથે જ મહિલાને 98,001 રૂપિયાનો ચૂનો લાગી ગયો.
ગાંધીનગરમાં રહેતી મોહાએ મહિલાએ 21 મેના રોજ ઈ-કોમર્સ પોર્ટલ પરથી કેટલાક આર્ટિકલ મંગાવ્યા હતા અને UPI દ્વારા ચૂકવણી કરી હતી, જે તેના SBI એકાઉન્ટ સાથે લિંક હતી.ઓર્ડર આપ્યા પછી, તેને ઓર્ડર અંગે વોટ્સએપ પર મેસેજિસ આવવા લાગ્યા હતા. જેમાં ‘સ્નેપડીલના કસ્ટમર કેર નંબર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઓર્ડર 27 મેના રોજ ડિલિવર કરવામાં આવ્યો હતો, પરંતુ તે અમુક વસ્તુઓથી અસંતુષ્ટ હોવાથી, તેને આ ઓર્ડરની કેટલીક વસ્તુઓ પરત સોંપવા જણાવ્યું હતું. આ માટે મહિલાએ 31 મેના રોજ વોટ્સએપ મેસેજમાં આપેલા કસ્ટમર કેર નંબર પર કોલ કર્યો હતો.
ફોર્મની લિન્ક મોકલી
કસ્ટમર કેર નંબર પર મોહા અવસ્થીએ એક મહિલા સાથે વાત કરી અને તેને કહ્યું કે તે ઓર્ડર રદ કરવા અને 509 રૂપિયાનું રિફંડ મેળવવા માંગે છે. મહિલાએ કહ્યું કે તેણે વિનંતી રજીસ્ટર કરી છે અને રિફંડની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. 31 મેના રોજ, આ ઓનલાઈન પોર્ટલમાંથી રવિ કુમાર નામની વ્યક્તિનો મોહાને ફોન આવ્યો હતો. જેને એક લિંક મોકલી જેમાં મહિલાએ ફોર્મ ભરી તમામ વિગતો નાખવા માટે જણાવવામાં આવ્યું હતું. મોહાની આ રિફન્ડની અરજી રદ કરી દેવામાં આવી હતી. ત્યારપછી તેણે આ વ્યક્તિનો બીજીવાર સંપર્ક કર્યો જે દરમિયાન તેણે બીજા ફોર્મની લિંક મોહાને આપી હતી.
ADVERTISEMENT
ફોર્મ ભરતા જ પૈસા ઉપડી ગયા
મોહાએ આ ફોર્મ ભર્યું જોકે આમાં મોબાઈલ UPI પિન સહિતની માહિતી પણ જોવા મળી હતી. ત્યારપછી આ વ્યક્તિએ ડિટેલ લઈને ફોન કટ કરી દીધો હતો. જોકે લગભગ એક મિનિટમાં તેને જાણ થઈ કે તેના એકાઉન્ટમાંથી 98,001 રૂપિયા ડેબિટ થઈ ગયા. આ સમગ્ર ઘટનાને લઈ મહિલા એ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબરની મદદ લીધી અને ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT