ગુજરાતમાં ક્યારથી થશે મેઘરાજાની પધરામણી? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી ભારે વરસાદની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપોરજોયના કારણે દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડી હતી. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. તો ચોમાસું પણ હવે ફરી આગળ વધવા લાગ્યું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારથી થશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે ચોમાસું થોડું નબળું પડ્યું છે. જોકે આગામી 48 કલાકમાં તે વધુ મજબૂત બનીને આગળ વધશે અને 22થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. હાલમાં ચોમાસું ગોવા પહોંચ્યું છે અને ત્યાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થોડી નબળી હશે, પરંતુ બાદમાં તેનો મોટો રાઉન્ડ શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, ચોમાસાના કારણે 28 જૂન સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસશે. આ બાદ 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ 6 દિવસોમાં ભારે વરસાદની આગાહી
તેમણે જણાવ્યું હતું કે, ચોમાસાના કારણે 28 જૂન સુધી મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસશે. આ બાદ 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગે આજે ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ADVERTISEMENT

વાવાઝોડાના કારણે ધીમું પડ્યું ચોમાસું
નોંધનીય છે કે, કેરળમાં ચોમાસાનું આગમન 8 જૂને થયું હતું. આ વર્ષે ચોમાસું અઠવાડિયું મોડું હતું. જોકે અરબ સાગરમાં બિપોરજોય ચક્રવાત સર્જાતા ચોમાસાની ગતિ ધીમી પડી હતી. અગાઉ ચોમાસું 20 જૂન સુધીમાં ગુજરાત પહોંચે તેની સંભાવના હતી, પરંતુ વાવાઝોડાની અસરના પગલે ચોમાસું ધીમું પડતા હવે તે ગુજરાતમાં 22થી 25 જૂન સુધીમાં પહોંચવાની સંભાવના છે.

    follow whatsapp

    ADVERTISEMENT