PM મોદીએ ભાષણમાં ઉલ્લેખ કર્યો તે જામનગર મહારાજે પોલેન્ડ માટે શું કર્યું હતું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર : વડાપ્રધાન મોદીને જામનગરના જામસાહેબને યાદ કરતા કહ્યું કે, યુક્રેન યુદ્ધમાં પોલેન્ડ સરકારે જે મદદ કરી તેના માટે દિગ્વિજયસિંહજીના દયાળુ અને રૂજુ સ્વભાવ જવાબદાર છે. જામનગરના મહારાજ સાહેબે અગાઉ જે ઝાડ રોપ્યું હતું તેના ફળ આપણા દેશના નાગરિકોને આટલા વર્ષે ખાવા મળ્યા હતા. જ્યારે પોલેન્ડમાં યુદ્ધની સ્થિતિ હતી ત્યારે મહારાજાએ પોલેન્ડના અસંખ્ય લોકોને મદદ કરી હતી. જ્યારે આપણા લોકો યુદ્ધમાં ફસાયા ત્યારે પોલેન્ડ આપણી પડખે આવીને ઉભુ રહ્યું.

જો કે આ ઘટના શું છે તેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ. પોલેન્ડ અને જામનગરનો સંબંધ દાયકાઓ જુના છે. પોલેન્ડ પર જામનગરનું એક ઋણ ઉધાર હતું. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન પોલેન્ડના એક હજાર બાળકોને જામનગરે ખુબ જ સારી રીતે સાચવ્યા હતા. હવે આ ઋણ ચૂકવવાનો વારો પોલેન્ડનો છે. યુક્રેનમાં ફસાયેલાં ભારતીયોને આસરો આપવો જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો, જર્મન સરમુખતિયાર હિટલર અને સોવિયત રશિયાના તાનાશાહ સ્ટાલિનની વચ્ચે ગઠબંધન થયું અને જર્મન હુમલાના 16 દિવસ બાદ સોવિયત સેનાએ પણ પોલેન્ડ પર હુમલો કર્યો હતો.

આ નરસંહાર એટલો ભયાનક હતો કે હજારો બાળકો નોંધારા થઇ ગયાં હતા. જેઓને બાદમાં એક કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. જો કે રશિયા તમામ શરમને નેવે મુકીને 1941માં કેમ્પ ખાલી કરવાનો ઓર્ડર આપી દીધો હતો. ત્યારે બાળકોને બચાવવાં તેઓને અન્ય ખાસેડવાની ફરજ પડી હતી. તેવામાં બેસહારા બની ચુકેલા 1375 જેટલાં બાળકોને બ્રિટિશ સરકાર ભારત લઇ આવી હતી.

ADVERTISEMENT

બ્રિટિશ સરકાર, બોમ્બે પોલિશ કોન્સ્યુલેટ, રેડ ક્રોસ અને રશિયાની દરમિયાનગીરી વચ્ચે પોલેન્ડના સંયુક્ત સૈન્યના સંયુક્ત પ્રયાસથી બાળકોને ભારતમાં મોકલાયા. 1942થી 1945 દરમિયાન કુલ 1375 બાળકોને ભારત લાવાયા. જો કે તેમની જવાબદારી મહારાજા દિગ્વિજય સિંહજીએ જામનગરથી 25 કિમી દૂર બાલાચડી ગામમાં આશરો આપ્યો. મહારાજાએ બાળકોને આશ્વાસન આપ્યું કે, હવેથી તે જ તેમના પિતા છે. મહારાજાએ પોતે કમાયેલ મૂડી માંથી પોતાની જ જમીન આપી ચોક્કસ વ્યવસ્થા ઉભી કરી હતી. વ્યવસ્થા માત્ર કરવા ખાતર નહી પરંતુ એવી સજ્જડ વ્યવસ્થા કરી કે પોલેન્ડના બાળકો પોલેન્ડમાં પણ ન મળે તેવી વ્યવસ્થા તેમને અહીં મળી હતી.

જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી બ્રિટિશ ઈમ્પીરિયલ વોર કેબિનેટના સદસ્ય હતા. તેમને ખબર પડતાં જ તેમણે બાળકોને આશ્રય આપવા તૈયારી બતાવી હતી. જામ દિગ્વિજયસિંહજીએ પોતાના ખર્ચે એક હજાર જેટલાં બાળકોને આશ્રય આપવાની તૈયારી બતાવી હતી. એના માટે તેમણે જામનગર નજીક આવેલા બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરાવ્યું હતું અને એક હજાર જેટલાં પોલીશ બાળકોને આશ્રય આપ્યો હતો. જામસાહેબે પોલેન્ડનાં બાળકો માટે રહેઠાણ, રમતગમત, ભોજન સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી હતી. પોલેન્ડનાં બાળકો પોતાની સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ધ્યાન રાખ્યું હતું. જામ રાજવીએ એક હજાર જેટલાં પોલેન્ડનાં બાળકોને અહીં ચાર વર્ષ સુધી રાખ્યા હતા.

ADVERTISEMENT

પોલેન્ડ દ્વારા વર્ષ 2018માં પોતાની આઝાદીની એકસોમી વર્ષગાંઠની ઉજવણી માટે ખાસ જામનગરની અને બાલાચડીની પસંદગી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે જેઓ 76 વર્ષ પહેલાં બાલાચડીમાં રહ્યા હતા તેમાંના કેટલાક સર્વાઈવર્સ, તેમનાં પરિવારજનો અને પોલેન્ડના રાજદૂત પણ ઉજવણીમાં સામેલ થયા હતા. જામનગરના બાલાચડીમાં જે બાળકો રહ્યાં હતાં તે બાળકો જામ દિગ્વિજયસિંહજીને તેમના બીજા પિતા ગણે છે. જામ દિગ્વિજયસિંહજીને પોલેન્ડમાં ધ ગુડ મહારાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલેન્ડની કેટલીક શાળાઓ સાથે જામ દિગ્વિજયસિંહજીનું નામ જોડી પોલેન્ડવાસીઓએ જામરાજવી અને તેમણે કરેલી મદદને યાદ રાખવાનો પ્રયાસ કર્યો છે. પોલેન્ડમાં એક સ્કવેરને પણ જામ દિગ્વિજયસિંહજીનું નામ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT