વાવાઝોડાને લઈ ભાજપની શું છે તૈયારી ? પાટિલે કાર્યકર્તાને કરી આ અપીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની, નવસારી: અરબ સાગરમાંથી ઉદભવેલું વાવાઝોડું બિપરજોય હવે ઝડપથી ગુજરાતના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. બિપોરજોય ગુજરાત પર તૂટી પડશે ત્યારે ગુજરાતને ભારે નુકશાન થવાની શક્યતા છે. આ દરમિયાન ગુજરાત પર આવી રહેલા વાવાઝોડાને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી છે.ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે ગુજરાત ભાજપ કાર્યકર્તાઓને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના 9 જિલ્લાઓમાં બિપોરજોયને લઈને દરિયાકાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ, પશુઓ માટે ઘાસચારા અને આવશ્યક સામગ્રી પહોંચાડવાની તૈયારી, વીજકાપના કિસ્સામાં ગામડાઓમાં પાણી પહોંચાડવાનું ભાજપનું આયોજન છે. આ દરમિયાન ભાજપના કાર્યકરોને સહકાર આપવા અપીલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલ દ્વારા કરવામાં આવી છે.

કાર્યકર્તાઓને પાટિલે આપી આ સૂચના
અરબી સમુદ્રનું ચક્રવાત અસરગ્રસ્ત થઈ શકે એવા વિસ્તારોમાં પોતાનો પ્રભાવ શરૂ કરી દીધો છે. નવસારી જિલ્લાના બાવન કિલોમીટર દરિયા પટ્ટી પર આવેલા 16 ગામોને એલર્ટ કર્યા છે. સાથે પર્યટકો પણ દરિયા કાંઠે ન આવી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દરિયાઈ પટ્ટી પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કાંઠા વિસ્તાર ની મુલાકાત લઈને વિવિધ અધિકારી તેમજ સંગઠન ને સૂચનાઓ આપી હતી અસરગ્રસ્ત થઈ શકે એવા ગામોને સતત તંત્ર સંપર્ક કરી ને સાવચેત રેહવાની અપીલ કરી રહ્યા છે. ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે ગુજરાત ભાજપ કાર્યકર્તાઓને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT

કેટલું દૂર છે વાવાઝોડુ
દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT