જો ત્રિશંકુ વિધાનસભા થઇ તો? કોંગ્રેસ-AAP ગઠબંધન કરવા પણ તૈયાર!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થયા બાદ આજે પરિણામ છે. જેમાં સ્પષ્ટ રીતે ભાજપ આગળ દેખાઇ રહ્યું છે. જો કે કોંગ્રેસ અને આપ પણ ટક્કર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં જો ત્રિશંકુ વિધાનસભા જેવી સ્થિતિ આવશે તો કોંગ્રેસ અને આપ ગઠબંધન કરશે ? આ સવાલનાં જવાબમાં કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓ પોઝિટિવ જોવા મળી રહ્યા છે.

છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. જ્યાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું છે કે, એક્ઝિટ પોલમાં માત્ર શિક્ષિત વર્ગના અભિપ્રાય હોય છે. આજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા તરફ જઈ રહી છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, AAPની સાથે ગઠબંધનનો વિષય પરિણામ બાદનો છે.

બીજી તરફ આપના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી પદનો ચહેરો ઇસુદાન ગઢવીએ પણ જો ત્રિશંકુ વિધાનસભા બને તો ગઠબંધનનો ઇન્કાર કર્યો નહોતો. સ્પષ્ટ રીતે હા પાડી નહોતી પરંતુ ગઠબંધનનો ઇન્કાર પણ કર્યો નહોતો. જેના કારણે જો ત્રિશંકુ વિધાનસભા બને તો બંન્ને પાર્ટીઓ ગઠબંધન પણ કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT