મહિલા મતદાન મથકમાં એવું શું થયું કે ડોઢ કલાક સુધી મતદાન અટકી ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ : અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂમ નંબર 2માં સખી મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરસી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી ગયા હતા. બહાર લાંબી મતદાન માટેની લાઇન હતી. જો કે મહિલાઓ તો મહિલા જ હોય છે. પહેલા પેટનું પછી શેઠનું કહીને ખુરશી આડી કરીને જમવા માટે બેસી ગયા હતા. જેથી મતદારોએ 1 કલાક કરતા વધારે સમય સુધી રાહ જોવી પડી હતી.

મતદાન મથક બહાર રહેલા લોકોએ હોબાળો કર્યો છતા કોઇ ઉકેલ નહી
જો કે બીજી તરફ બહાર તકડામાં મતદાન કરવા માટે આવેલા લોકો અકળાયા હતા. મતદારોની લાંબી કતારો લાગી હતી. જેમાં કેટલાક વૃદ્ધો અને મહિલાઓ પણ હતા. જોકે તંત્ર દ્વારા આ અંગે કોઇ જ પગલા લેવામાં આવ્યા નહોતા. જેથી આ ગંભીર બેદરકારીને કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી.

કાર્યવાહી નહી થતા મતદાન કરવા આવેલા લોકોમાં રોષ જોવા મળ્યો
બીજી તરફ માણાવદરમાં સરકારી હાઈસ્કૂલ ખાતે બૂથ મથક નંબર 54માં ઇવીએમ ખરાબ થતાં લોકોની લાંબી કતારો લાગી હતી. છેલ્લી 30 મિનિટ કરતા વધારે સમયથી મશીન બંધ થઇ જતા લોકોની લાઇનો લાગી ગઇ હતી. જેથી મત આપવા આવેલા મતદારો પરેશાની ભોગવવી પડી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT