Weather Update: ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવા પડ્યા, Ahmedabadમાં ભારે વરસાદના પગલે આજે રિવરફ્રંટ બંધ રહી શકે
અમદાવાદઃ મંગળવારે સાંજથી જ લો પ્રેશરના કારણે ગુજરાતમાં ઠેર ઠેર મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. તેવામાં ઘણા લાંબા સમયગાળા પછી અમદાવાદ વિસ્તારમાં પણ ચોમાસુ…
ADVERTISEMENT
અમદાવાદઃ મંગળવારે સાંજથી જ લો પ્રેશરના કારણે ગુજરાતમાં ઠેર ઠેર મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. તેવામાં ઘણા લાંબા સમયગાળા પછી અમદાવાદ વિસ્તારમાં પણ ચોમાસુ ફરી એકવાર જામી ગયું છે. આ દરમિયાન સાંજ પછીથી શહેરમાં ઠેર ઠેર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ક્યાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવા પડ્યા હતા.
આજે રિવરફ્રન્ટ નહીં જઈ શકો…
ગુજરાતમાં સતત વરસતા વરસાદના પગલે ધરોઈ ડેમના કુલ 8 દરવાજા ખોલવા પડ્યા છે. તેવામાં હવે નદીમાં પાણીનું સ્તર વધી જતા સાબરમતી રિવરફ્રન્ટ આજે બુધવારે બંધ રહી શકે છે. કારણ કે આગામી 2 દિવસ સુધી અમદાવાદમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. મંગળવારથી વરસાદે ફરીથી અમદાવાદમાં ધામા નાખ્યા હતા. તેવામાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી.
બંગાળની ખાડીમાં લો પ્રેશર
અમદાવાદના અનેક વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. એનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર છે. અત્યારે દરિયાકાંઠે તથા માછીમારોને દરિયો ખેડવા જવા માટેની ના પાડી દેવામાં આવી છે. તો બીજી બાજુ રાજ્યના 81 ટકા ડેમ લગભગ પાણીથી ભરાઈ ગયા છે. જે આમ જોવા જઈએ તો ઘણા સારા પ્રમાણમાં ખાબકેલા વરસાદની નિશાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT