WEATHER: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું, સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. આના કારણે ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા પડી શકે છે. 18 જિલ્લાઓમાં અત્યારે અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના વર્તાઈ રહી છે. આજે શુક્રવારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે 13મી સપ્ટેમ્બર સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી શકે છે. જ્યારે દ.ગુજરાતમાં 5થી વધુ ઈંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વિવિધ જગ્યાએ વરસાદ ખાબક્યો
ગીર સોમનાથ, રાજકોટ અને દ્રારકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. તેવામાં પોરબંદરના બરડા પંથકના અડવાણા, સોઢામા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે અસહ્ય ઉકળાટ પછી મેઘરાજાનું આગમન થતા વાતાવરણાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
એક્યૂવેધરના એક રિપોર્ટ પ્રમાણે શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવારે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે અમદાવાદમાં આ સપ્તાહના શરૂઆતમાં હળવો અથવા નહિવત વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

ગુરુવારે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ ખાબક્યો
નવસારીઃ જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા પછી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતુ. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા હતા.

ADVERTISEMENT

અમરેલીઃ સાંજના સમયે અમરેલી-ધારી ગીરના ગામડાઓમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. આ દરમિયાન સ્થાનિકો ગરમીથી મોટા પ્રમાણે રાહત મળી જવા પામી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT