ગુજરાતમાં પાણી-પાણી: 23 જળાશય હાઇએલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ લેવલ પર

ADVERTISEMENT

IMD wather watch
IMD wather watch
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી જ ધમાકેદાર રહી હતી. અનેક જળાશયો અને નદી નાળા છલકાઇ ગયા હતા. જેના પગલે રાહત કમિશ્નર આલોક કુમાર પાંડેયની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગેની સમીક્ષા કરી રાહત કમિશ્નર દ્વારા તમામ વિભાગો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.

આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 07 જુલાઇથી 09 જુલાઇ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંજ રાજ્યના 206 જળાશયો પૈકી 23 જળાશયો હાલ હાઇ એલર્ટ પર છે. 15 સ્થળ એલર્ટ પર છે અને 10 વોર્નિંગ લેવલ પર છે. આ બેઠકમાં સરદાર સરોવર નિગમ લિમિટેડના અધિકારી દ્વારા સરદાર સરોવર ડેમની પરિસ્થિતિની માહિતી આપવામાં આવી હતી.

NDRF તથા SDRF ના અધિકારીઓના અનુસાર ચોમાસામાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ડીપ્લોયમેન્ટ અંગેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ ટીમો એલર્ટ મોડ પર છે. આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, GMb, પંચાયત, કોસ્ટગાર્ડ, ઇસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુડીડી, પશુપાલન અને માહિતી વિભાગના નોડેલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT