મેં મારા કાળજાનો કટકો ગુમાવ્યો છે….: વડોદરા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વિશ્વાના પિતાએ રડતાં-રડતાં જે કહ્યું તે સાંભળી હૈયુ ધ્રુજી જશે
Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી તળાવ ખાતે ગઈકાલે બનેલી દુઃખદ ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું છે. હરણી તળાવમાં બોટ ડૂબી જતાં 12 બાળકો અને…
ADVERTISEMENT
Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી તળાવ ખાતે ગઈકાલે બનેલી દુઃખદ ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું છે. હરણી તળાવમાં બોટ ડૂબી જતાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ નિપજતાં વડોદરા આખામાં ગમગીની વ્યાપી ગઈ છે. માસુમ મૃતકોના માતા-પિતાના રડી-રડીના ખરાબ હાલ થઈ ગયા છે. આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારના આંસુ બંધ નથી થઇ રહ્યા. પરિવાર પોતાના બાળકોની અનેક વાતો યાદ કરી રહ્યા છે.
અમારે ન્યાય જોઈએ છેઃ કલ્પેશભાઈ
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી વિશ્વા નિઝામાના માતા-પિતાને જ્યારે આની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. પિતા કલ્પેશભાઈ નિઝામાએ રડતાં-રડતાં પૌતાની હૈયાવરાળ કાઢતા કહ્યું હતું કે, ‘મારા કાળજાનો કટકો સ્વર્ગવાસ થઈ ગયો છે. જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.અમારે ન્યાય જોઈએ છે.’
કોન્ટ્રાક્ટરને ઉંમર કેદ થવી જોઈએઃ વિશ્વાના પિતા
વિશ્વા નિઝામાના પિતાએ કહ્યું કે, એક કમિટી બેસાડવી જોઈએ, દરેક સ્કૂલમાં આ વસ્તુ થતાં પહેલા તંત્ર સાથે બેસનીને એક નિર્ણય લેવો જોઈએ. સ્કૂલે બોટિંગની અમને જાણ કરી જ નહોંતી, અમને કહેવામાં આવ્યું હતું કે બાળકોને ગાર્ડનમાં ફરવા માટે લઈવામાં આવી રહ્યા છે. મારા છોકરાની જીદના કારણે મેં જવાની હા પાડી હતી. કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેને ઉંમર કેદ થવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
જોત-જોતામાં ડૂબી બોટ
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.
સેફ્ટીની ઐસીતૈસી
હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઇ હોવાનો ખુલાસો થયો હતો. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઈ ન હતી. તો દુર્ઘટનાને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા.
(વિથ ઈનપુટ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
ADVERTISEMENT