બિપોરજોયનું સંકટ ગુજરાત પરથી દૂર થાય તે માટે દ્વારકા મંદિરમાં પૂજારી પરિવારે શરૂ કર્યો વિષ્ણુ યજ્ઞ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રજનીકાંત જોશી/દ્વારકા: ગુજરાતના દરિયાકાંઠે પહોંચેલા બિપોરજોય વાવાઝોડાના પહેલા તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હાલમાં વાવાઝોડું 6 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને અડધા ભારતમાં તેની અસર થવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ગુજરાતમાં કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ તથા જૂનાગઢ સહિત કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. એવામાં આ કુદરતી આફત શાંતિ પૂર્વક રીતે દૂર થાય તેવી પ્રાર્થના સાથે દ્વારકા મંદિરના પૂજારી પરિવાર શ્રી વિષ્ણુ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

દ્વારકામાં મંદિરના શિખર પરની ધ્વજા ખંડિત થઈ હતી
ગુજરાતના સાગર કાંઠેથી પસાર થઈ રહેલી કુદરતી આપદા બિપોરજોય વાવાઝોડું કોઈ જાનહાનિ વગર શાંતિથી સમી જાય અને સમગ્ર પૃથ્વી લોકના રક્ષણ માટે આજે દ્વારકા જગત મંદિરના મુખ્ય પૂજારી પરિવારના પ્રણવભાઈ તથા હાર્દિકભાઈ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ સન્મુખ શ્રી વિષ્ણુ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાના કારણે મંદિરમાં છેલ્લા બે દિવસથી ધ્વજા ચડાવવામાં આવી નથી. આ પહેલા જૂની ધ્વજા પણ ભારે પવનમાં ખંડિત થઈ ગઈ હતી. એવામાં ભક્તો પણ તેને અપશુકન તરીકે જોઈ રહ્યા હતા.

મામલતદાર કચેરીમાં ATVT સેન્ટર પણ ધરાશાયી
હાલમાં દ્વારકામાં વાવાઝોડાની ખૂબ જ તીવ્ર અસર જોવા મળી રહી છે. મામલતદાર કચેરીમાં આવેલું ATVT સેન્ટર ભારે પવનના કારણે આજે ધરાશાયી થઈ ગયું હતું. જોકે ઓફિસ બંધ હોવાને કારણે કોઈના ઈજાગ્રસ્ત થવાની ઘટના બની નહોતી. વાવાઝોડાની માહિતી મળતાં જ દ્વારકા ATVT સેન્ટરના તમામ વિદ્યુત ઉપકરણોને સલામત સ્થળે રાખવામાં આવ્યા હતા, જેના કારણે ઓફિસને કોઈ નુકસાન થયું ન હતું.

ADVERTISEMENT

દ્વારકાના દરિયામાં 15-20 ફૂટ ઊંચા મોજા
નોંધનીય છે કે, દ્વારકામાં ગઈકાલથી સવાર સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. દ્વારકા નજીકથી પસાર થઈ રહેલા વાવાઝોડાને કારણે સમુદ્રમાં 15 થી 20 ફૂટના મોજા ઉછળી રહ્યા છે. ગઈકાલ કરતાં આજ સવારથી પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સલામતીના ધોરણે કાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT