VIRAL VIDEO: મતદારે સવાલ કરતા પબુભાએ તેને ધમકાવીને કાઢી મુક્યો
દ્વારકા : બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વાણીવિલાસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગામમાં પબુભા માણેક પોતાના ટેકેદારો સાથે પ્રચાર માટે…
ADVERTISEMENT
દ્વારકા : બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વાણીવિલાસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગામમાં પબુભા માણેક પોતાના ટેકેદારો સાથે પ્રચાર માટે ગયા હતા. જ્યાં સભા દરમિયાન હાજર એક મતદારે સવાલ પુછતા નેતાજી છંછેડાયા હતા. કોંગ્રેસના પૈસા લઇને મને સવાલ પુછવા આવ્યો છે તેવો આરોપ લગાવીને મતદારને કાઢી મુક્યો હતો.
વાયરલ થઇ રહેલા વીડિયોથી દ્વારકામાં ખળભળાટ
જો કે આ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે આ અંકે GUJARAT TAK કોઇ જ પૃષ્ટી કરતું નથી. આ અંગે પબુભાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિપક્ષી પાર્ટી દ્વારા આ કાવત્રું રચવામાં આવ્યું હતું જેથી હું બદનામ થઉં. વિપક્ષ દ્વારા જ એક વ્યક્તિને દારૂ પીને મારી મીટિંગમાં મોકલવામાં આવ્યો હતો.
પાલ આંબલીયાએ સમજી વિચારીને મતદાન કરવા અપીલ કરી
પ્રજા પ્રતિનિધિના સામાન્ય માણસ પ્રત્યેના આકરા વર્તનના પગલે લોકોમાં સોપો પડી ગયો છે. બીજી તરફ આ વીડિયો વાયરલ કરીને કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ ચૂંટણીમાં વિચારીને મતદાન કરવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું કે, લુખ્ખા આવારા તત્વો તમારા નેતા ન બને તેનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં આહીર સમાજના આગેવાન મુળુભાઇ કાંડોરિયા કોંગ્રેસમાંથી જ્યારે આપમાંથી લખમણ નકુમને ઉભા રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT