Video- ‘ભરોસાની ભાજપ સરકાર’ની ગાડી ફસાઈ તો ‘કોંગ્રેસનું કામ બોલે છે’ લખેલી ગાડીએ કરી મદદઃ AAPએ શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોને લઈને કોંગ્રેસ અને ભાજપની મિત્રતા સંદર્ભે ફરી બોલવાની તક મળી ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારથી આમ આદમી પાર્ટીએ સક્રીય રીતે હાજરી નોંધાવી છે ત્યારથી તેઓ ભાજપ અને કોંગ્રેસ એક બીજાની જુગલ જોડી હોવાની વાતનું સતત રટણ કરતા આવ્યા છે. પછી તેમની રાષ્ટ્રીય નેતાગીરી હોય કે સ્થાનીક દરેકના મોંઢે આ વાત જોવા મળી છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક ભાજપનો પ્રચાર કરતો ટેમ્પો રસ્તામાં ફસાઈ જાય છે.તેની મદદ કોંગ્રેસનો પ્રચાર કરતો ટેમ્પો કરે છે. જેને લઈને કટાક્ષમાં આમ આદમી પાર્ટીએ તે બંનેની જોડી અંગે વાત કરવાની તક જવા દીધી નથી.

AAP બોલી આ છે ઈલુ ઈલુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સીધી રીતે જોવા જઈએ તો ત્રિપાંખીયો જંગ છે. દરેક પાર્ટી એક બીજાને એક બીજાની બી ટીમ ગણાવીને મતદારોને પોતાના તરફ આકર્ષી રહી છે. દરમિયાન રાજકીય ગરમા ગરમી વચ્ચે એક હળવું સ્મિત ફરકાવી દે તેવી એક ઘટના બની છે. આ ઘટના દિયોદરની હોવાનું કહેવાય છે પરંતુ તેની કોઈ સત્તાવાર વિગતો નથી. આ વીડિયોમાં એક ભરોસાની ભાજપ સરકાર એવા સ્લોગન સાથે પ્રચાર કરી રહેલો ટેમ્પો માટીમાં ફસાઈ જાય છે. આપ અહીં વીડિયોમાં જોઈ શકો છો કે તેમાં કોંગ્રેસનું કામ બોલે છે તેવું લખેલો ટેમ્પો તેની મદદે આવે છે અને તેને બહાર કાઢે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ભારે રમૂજ ચાલી છે તો આમ આદમી પાર્ટીએ આ વીડિયોમાં બંનેની ભાઈબંધી બતાવવાની તક છોડી નથી અને કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપની અટકેલી ચૂંટણી ગાડીને બચાવવામાં પુરું જોર લગાવતી કોંગ્રેસ… આ છે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઈલુ ઈલુની કહાની.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT