અમરેલીમાં એલિયનની વાતોનું સત્ય શું છે? વન વિભાગે જાણો શું કહ્યું?
અમરેલીઃ રહસ્ય સાથેની કેટલીક તસવીરો હાલ અમરેલીના વિવિધ સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર વાયરલ થઈ રહી છે. જોકે આ તસવીરો એક અફવાથી ઓછું નથી. કારણ કે…
ADVERTISEMENT
અમરેલીઃ રહસ્ય સાથેની કેટલીક તસવીરો હાલ અમરેલીના વિવિધ સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર વાયરલ થઈ રહી છે. જોકે આ તસવીરો એક અફવાથી ઓછું નથી. કારણ કે તેમાં એવું કહેવાયું છે કે અમરેલીમાં એલિયન જોવા મળ્યું છે. જોકે આ તસવીરો પાછળ કેટલાક ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. જેના કારણે લોકોમાં સનસની ફેલાયેલી છે. આ એક એલિયનની તસવીર હોવાનું કહેવાય છે. જોકે અહીં આપને સ્પષ્ટતા સાથે જણાવી દઈએ કે આ જ તસવીરો અગાઉ પણ વાયરલ થઈ ચુકી છે. મિત્રો શક્ય છે કે આપે પણ હાલમાં આ ફોટોઝ જોયા હશે અને એવું પણ શક્ય છે કે તમને પણ આશ્ચર્ય થયું હશે. શક્ય છે કે તમે તમારા અન્ય સંબંધીઓ સુધી ફોર્વર્ડ કરો તે પહેલા તેનું સત્ય જરૂર જાણી લેશો, તેથી તસવીરો સાથે અહીં અમારા અહેવાલને શેર કરી તેમને પણ આ અફવા આગળ વધતા રોકવાનો પ્રયત્ન પણ કરી શકો છો.
બનારસની હિન્દુ યુનિવર્સિટીની ફોરેન્સિક લેબમાં પરિક્ષણની વાત
આ જ તસવીરો થોડા વર્ષો પહેલા ઉત્તર પ્રદેશમાં પણ વાયરલ થઈ હતી. તે આ જ તસવીરો હતી અને ત્યાં પણ આ તસવીરોને લઈને ભારે ઉહાપોહ મચ્યો હતો. હાલમાં ફરી કોઈએ આ તસવીરોને અમરેલીમાં ઘટના ઘટી હોવાની વાત સાથે વહેતી કરી છે. જોકે તેનો કોઈ અન્ય નક્કર પુરવો સામે આવ્યો નથી. જે તે સમયે વર્ષ 2018માં એવી વાતો સામે આવી હતી કે આ ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં એક મંત્રીના ફાર્મહાઉસ પર એલિયન જોવા મળ્યું હતું. જોકે જે તે સમયે પણ તે અફવા જ સાબીત થયું હતું.
આબુરોડ ખાતે ગુજરાત-રાજસ્થાન બોર્ડર રેન્જ પોલીસ અધિકારીઓની બેઠક, શું થઈ ચર્ચા
તસવીરમાં નજરે પડી રહ્યું છે કે એક જાનવર જેવું દેખાય છે જેના પંજા કુતરા જેવા છે, લીલા રંગની આંખો છે, શરીર પર સામાન્ય વાળ છે, જે તે સમયે તો એવી પણ અફવા હતી કે તેને બનારસની હિંદુ યુનિવર્સિટીની ફોરેન્સિક લેબમાં લઈ જવાયું છે અને ત્યાં અધ્યયન પછી ખબર પડશે કે તે પ્રાણી છે કે એલિયન? બોલો. હવે આવો સિલસિલો ફરી અમરેલીમાં શરૂ થાય તે પહેલા અમે અહીં આપ સમક્ષ આ તસવીરોનું સત્ય રજૂ કરી રહ્યા છીએ. આ તસવીરો વહેતી થઈ ત્યારે વન વિભાગે પણ અફવા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ધારીના મીઠાપુર મુંડિયા રાવણી ગામ નજીકની એક વાડીમાં એલિયન હોવાની વાત સામે આવી છે. ગીરના જંગલમાં એલિયનના ફોટો વાયરલ થયા બાદ ધારી વન વિભાગ દ્વારા એલિયનની અફવા ઉડી હોવાની પુષ્ટી આપી દેવાઈ છે.
ADVERTISEMENT
લાગતું હશે કે જાણે શ્વાસ લઈ રહ્યું છે
વાયરલ તસવીર જોઈને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ પ્રાણી છે જેમાં તે શ્વાસ લઈ રહ્યો છે. તે જ સમયે, સંબંધિત વીડિયો પણ તે જ સ્થળનો હોવાનું લાગી રહ્યું હતું જ્યાંથી તસવીરો વાયરલ થઈ રહી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર શેર કરતી વખતે, લોકોએ ક્યારેક ભિંડની ચંબલ નદીનો ઉલ્લેખ કર્યો, તો ક્યારેક રણથંભોર. એટલે કે દેશના ચાર રાજ્યોને જોડીને એક જ ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું હતું. કેટલાક યુપીના ચંદૌલીથી, કેટલાક મધ્યપ્રદેશના અને કેટલાક રાજસ્થાનથી તો હવે ગુજરાતનું હોવાનું કહી રહ્યા છે. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો માત્ર થોડા જ સત્યો સામે આવ્યા. પ્રથમ, એક સાથે ચાર અલગ-અલગ રાજ્યોમાંથી સમાન ચિત્ર કેવી રીતે ઉભરી શકે છે. આ દિશામાં કશું નક્કર હાથ લાગ્યું નથી.
ગૂગલ પરથી સામે આવ્યું એક નામ
વાયરલ તસવીરોમાં એક તસવીરને ગૂગલ સર્ચ કરાઈ તો રુસની એક વેબસાઈટ babiki.ru અંગે ખબર પડે છે. જ્યારે તેમાં જોવાયું તો એલિયન જેવા પુતળાઓની તે તસવીરો હતી. પરંતુ જાણકારી રુસી ભાષામાં હતી જ્યારે ગૂગલ ટ્રાંસલેટની મદદ લેવાઈ તો એક નામ અંગે ખબર પડી જે સત્ય સુધી પહોંચવામાં મહત્વનું સાબિત થયું અને તે છે લૈરા મૈકનુકો.
ADVERTISEMENT
ખરેખર તે ઈટાલીની રહેવાસી છે, 29 વર્ષની એક મહિલા મૂર્તિકાર જે સિલિકોનની મદદથી એવા પૂતળા બનાવે છે જે આ તસવીરમાં દેખાય છે. વાયરલ થઈ રહેલી તસવીરો તે જ સિલિકોન આર્ટનો નમૂનો છે. સિલિકોન માટી કે ધાતુની મૂર્તિઓની તુલનામાં હળવું છે, તેથી તેનો ઉપયોગ મૂર્તિકાર કરે છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT