અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શન અને કોરોનાનું સંક્રમણ વધ્યું, બાળકો માટે ખતરો
અમદાવાદ: કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન દેશભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એક્શન મોડ પર જોવા…
ADVERTISEMENT
અમદાવાદ: કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન દેશભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એક્શન મોડ પર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ ચિંતા વધારી છે. આ દરમિયાન અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શન અને કોરોના વકર્યો છે. જેમાં બાળકોમાં વાયરલ, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના લક્ષણો જોવા મળ્યો છે.
રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ સંક્રમણ બાળકોને પણ પોતાના સકંજામાં લઈ રહ્યું છે. હવે બાળકો માટે પણ આ ખતરારૂપ છે. સોલા સિવિલમાં માત્ર 45 દિવસનું બાળક કોરોનાથી સંક્રમિત થયું છે. સંક્રમણને લઈ 45 દિવસના બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
ઇન્ફ્લુએન્ઝા એ પણ વધારી ચિંતા
અમદાવાદમાં એક તરફ કોરોનાએ ચિંતા વધારી છે. ત્યારે સાથે સાથે ઇન્ફ્લુએન્ઝાનું પણ સંક્રમણ વધતાં ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં ઇન્ફ્લુએન્ઝાથી સંક્રમિત બે બાળકો 10 દિવસથી સારવાર હેઠળ છે. તથા સોલા સિવિલમાં રોજ 1200થી 1500 દર્દીઓ આવે છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 506 દર્દીઓ હાલ દાખલ છે. તથા તાવ, શરદી, ઉધરસ, ઝાડા અને ઊલટીના કેસોમાં વધારો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ‘મને માફ કરજો…’ રાજકોટમાં દીકરાએ બીમાર માતાને ઝેર પીવડાવી પોતે પણ આપઘાત કરી લીધો
બદલાતી ઋતુએ રોગચાળો વધુ ફેલાવ્યો
રાજ્યમાં બદલાતી ઋતુ રોગચાળો ફેલાવવામાં ભયંકર સાબિત થઈ છે. જેના કારણે લોકો બીમાર વધુ પડી રહ્યાં છે. દરરોજ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધી રહ્યાં છે. બાળકો સાથે મોટા લોકોમાં પણ વાયરલ ઇન્ફેક્શન અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT