ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદ : ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત અચાનક લથડી જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લાંબા સમયથી તેઓ બિમાર…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત અચાનક લથડી જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લાંબા સમયથી તેઓ બિમાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. તેમને તત્કાલ અસરથી યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના હાર્ટના વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કે તેમને હાર્ટની તકલીફ થઇ છે કે શું તકલીફ થઇ છે તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી. જો કે તબિયત હાલ સ્થિર છે.
ભુપેન્દ્ર ચુડાસમાનો જન્મ 8 મે 1950 માં થયો હતો. તેઓના પિતાનું નામ મનુભા ચુડાસમા અને માતાનું નામ કમળાબા ચુડાસમા છે. તેમની પત્ની ક્રિષ્નાબા ચુડાસમા છે. તેઓ 1970 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી કરી અને ત્યાર બાદ તેઓએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો.
કાયદા અંગેનું તેમનું સારૂ એવું જ્ઞાન હોવાનાં કારણે તેઓ કાયદા મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ 1990 માં જ મંત્રી બની ગયા હતા. જ્યારે 2019 માં વિધાનસભાની ધોળકાસીટ પરથી જીત મેળવીને શિક્ષણમંત્રી બન્યા હતા. જો કે 2019 ની ચૂંટણી ઘણી વિવાદિત રહી હતી. મુદ્દો છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. તેઓની સંગઠનમાં ખુબ જમજબુત પકડ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT