વાપીમાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદથી પાણી-પાણી, હવામાન વિભાગે 5 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
કૌશિક જાની/વલસાડ: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો, સાથે દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળો પાણી-પાણી થઈ ગયા.…
ADVERTISEMENT
કૌશિક જાની/વલસાડ: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો, સાથે દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળો પાણી-પાણી થઈ ગયા. તો આજે સવારથી ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામી છે. વલસાડના વાપીમાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાપીમાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ
વલસાડ જિલ્લાના વાપીમાં સવારે 5:00 થી સવારે 8:00 વાગ્યા સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી પૂર્વ અને પશ્ચિમનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. બંને સબવે બંધ થવાના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ વાપીના ગુર્જર વિસ્તરણમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે જ બનાસકાંઠા જેવા ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
NDRFની 6 ટીમો મોકલાઈ
તો ભારે વરસાદની સંભાવનાને પગલે NDRFની 6 જેટલી ટીમો મોકલી દેવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1, વલસાડમાં 1, અમરેલીમાં 1 તથા રાજકોટમાં 1 ટીમ મોકલવામાં આવી છે. તો જરૂર પડવા પર વધુ ટીમો મોકલવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT