સૌરાષ્ટ્રમાં ભાજપનું બ્રહ્માસ્ત્ર વજુભાઇ વાળાને ડેંગ્યું થયો, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાને ડેન્ગ્યુ થતા સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. વજુભાઇ વાળા સૌરાષ્ટ્રનાં દિગ્ગજ નેતા માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ કર્ણાટકના ગવર્નર પણ રહી ચુક્યાં છે. પીએમ મોદીના નજીકના પણ માનવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં તેમની મજબુત પકડ છે. નાતી-જાતીના સમીકરણોથી માંડીને સૌરાષ્ટ્રમાં ચૂંટણીની વ્યુહરચના અંગે તેઓને તળગત માહિતી છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ચૂંટણી જીતવા માટે તેઓ ખુબ જ મહત્વનું પાસુ છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં ભાજપ સરકાર સામે જે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે અને આપ જે પ્રકારે અગ્રેસિવ થઇને આગળ વધી રહી છે તે જોતા સૌરાષ્ટ્રમાં આપને ખાળવામાં વજુભાઇ વાળા ભાજપ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઇ શકે છે.

જો કે તેમની નાદુરસ્ત તબિયત રહેવાના કારણે જ તેઓએ ગવર્નર પદ પણ છોડ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેવામાં ચૂંટણી ટાણે વજુભાઇની માંદગી ભાજપને ભારે પડી શકે છે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના અને સંગઠનના અન્ય દિગ્ગજ નેતા વિજય રૂપાણીને ભાજપે પંબાજ અને ચંડીગઢની જવાબદારી સોંપી છે. તેવામાં સૌરાષ્ટ્ર સ્તરે જે વેક્યુમ ક્રિએટ થયું તે વજુભાઇ વાળા જ ભરી શકે તેમ છે. પરષોતમ રૂપાલા કેન્દ્રીય સ્તરે સ્ક્રિય છે ત્યારે તેઓ સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછુ ધ્યાન આપી રહ્યા છે. જેથી વજુભાઇ વાળા ઝડપથી સાજા થાય તે ભાજપ માટે ખુબ જ મહત્વનું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT