બિપોરજોય વાવાઝોડાને પગલે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીની લોકોને અપીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ બિપોરજોય વાવાઝોડાને પગલે વડતાલના સ્વામિનારાયણ મંદિર ખાતેના કોઠારી સ્વામી દ્વારા લોકોને સરકાર અને પ્રશાસનની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ અસરગ્રસ્તોની સેવામાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય એક થઈને ઊભો હોવાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જરૂરત પડે વડતાલ સંચાલિત હોસ્પિટલના તબીબો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ લગાવી લોકોની સેવા કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત અસરગ્રસ્તો માટે તાજુ ભોજન, ફૂડ પેકેટ સહિતની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેમણે વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે લક્ષ્મીનારાયણ દેવ, કષ્ટભંજન દેવ તથા સ્વામિનારાયણ ભગવાનને પ્રાથના કરી હતી.

કચ્છ પર આવી રહેલ આફતને લઈ તંત્ર સજ્જ, જાણો કેવી છે તૈયારી

ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પ્રાથનાઃ કોઠારી સ્વામી
કોઠારી સ્વામીએ જણાવ્યું કે, ” આજરોજ હું સમગ્ર ગુજરાતની જનતાને કરબધ્ધ પ્રાર્થના કરું છું, આપણા સૌ માટે આપત્તિનો અવસર આવ્યો છે. એમાં આપણે મક્કમ મનોબળ સાથે સરકાર અને પ્રશાસનની જે કંઈ સેવાઓ માર્ગદર્શક સૂચિકાઓ છે એને અનુસરી આપણે આપણી સુરક્ષાને પ્રાધાન્ય આપવાનું છે. આપની સેવામાં, અસરગ્રસ્તોની સેવામાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય એક થઈને ઊભો છે. વડતાલ સંસ્થાન હોય કે, ભુજ મંદિર હોય, દ્વારકા મંદિર હોય કે અમારું ખંભાત, સુરતનું મંદિર હોય દરેક સંસ્થાઓ જરૂર પડે તાજુ, ફ્રેશ, ભોજન, ફૂડ પેકેટ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. સ્વયંસેવકોની ટીમ તૈયાર છે. એમાં પણ વડતાલ સંસ્થા પાસે પોતાની સરસ હોસ્પિટલ છે. જરૂર પડે તો અમારા વડતાલ સંસ્થાના ડોક્ટર મિત્રો પણ કેમ્પ લગાવીને અસરગ્રસ્તોની સેવા કરવા માટે તૈયાર છે. છતાં હું તો દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું, આ જગતનીયતા છો આપ પરીક્ષા લેવા માટે બેઠા છો. સેવકો પરીક્ષા આપી રહ્યા છે. પરંતુ ઓછામાં ઓછું નુકસાન થાય જાનમાલનું ઓછું નુકસાન થાય, એવી આ કૃપા કરશો, એવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. વડતાલ વાસી મહા પ્રતાપી લક્ષ્મીનારાયણદેવ, સારંગપુર નિવાસી કષ્ટભંજન હનુમાનજી મહારાજ, ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા સૌને આપત્તિની આ વેળાએ મનોબળ મક્કમ રાખી અને આપત્તિનો સામનો કરવાની તાકાત આપે એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT