વડોદરાઃ કોરોના વોર્ડમાં રોબોટ કરશે તબીબી કામગીરીઓમાં મદદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે છેલ્લે તમે રોબોટથી ચૂંટણી પ્રચાર થતો તો જોયો જ છે, હવે કોરોનાના વેરિએન્ટના સબ વેરિએન્ટ બીએફ.7ને કારણે દેશ વિદેશમાં ઊભી થયેલી સ્થિતિમાં જો આપણે અગાઉ કરેલી ભૂલોમાંથી ન શીખીએ કે અગાઉથી તૈયારી ન કરીએ તો મુર્ખતા ભર્યું કહેવાશે ને? તો હાલમાં ગુજરાતમાં આ જ પ્રમાણે વિવિધ શહેર જિલ્લાઓમાં અગાઉથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગોત્રી હોસ્પિટલમાં 50 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બે રોબોટને કામ પર લગાવવામાં આવ્યા છે.

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિએન્ટ બીએફ.7 ના કારણે વિવિધ હોસ્પિટલમાં થઈ રહેલી તૈયારીઓની જેમ અગાઉથી જ જો કોરોનાના કેસ વધે કે જરૂરિયાત ઊભી થાય તો તંત્ર પહેલાથી જ તૈયારી કરી લે તો વધુને વધુ માનવ સેવા થઈ શકે. જેના કારણે ગોત્રી હોસ્પિટલ પણ હવે તૈયારીમાં લાગી ગઈ છે. તેમણે આ માટે ઓક્સિજન, વેન્ટિલેટર, ડોક્ટર્સ સાથે સાથે વોર્ડમાં બે રોબોટ પણ કામગીરીમાં જોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે આવા જ પ્રકારના રોબોટ દ્વારા ગત વિધાનસભા ચૂંટણી વખતે નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT