વડોદરાઃ બુલેટ ટ્રેનના બે કન્ટેનર વચ્ચે કેવી રીતે ભરાઈ ગયો 13 ફૂટનો મગર?
વડોદરાઃ વડોદરામાં મગર દેખાવાની જાણે કોઈ નવાઈ જ રહી નથી તેવી સ્થિતિ છે. જોકે મગર અને માણસ સાથે રહેતા આ શહેર અને જિલ્લામાં ઘણી વખત…
ADVERTISEMENT
વડોદરાઃ વડોદરામાં મગર દેખાવાની જાણે કોઈ નવાઈ જ રહી નથી તેવી સ્થિતિ છે. જોકે મગર અને માણસ સાથે રહેતા આ શહેર અને જિલ્લામાં ઘણી વખત એવી ઘટનાઓ ઘટે છે જે અત્યંત ચોંકાવનારી હોય છે. હાલમાં જ વડોદરામાં કરજણ વિસ્તારમાંથી એક 13 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ મગર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પરના બે કન્ટેનરની વચ્ચે ફસાઈ ગયો હતો.
#DelhiMetro માં સનસની મચાવનારી બિકિની ગર્લની આ છે અસલ કહાની
મજુરોની નજર પડી ગઈ…
વડોદરાના કરજણ વિસ્તારમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર આવેલા બે કન્ટેનર વચ્ચે મગર ફસાઈ ગયો હોવાની વિગતો સામે આવી હતી. લગભગ 13 ફૂટ જેટલો લાંબો આ કદાવર મગર જોઈ ભલભલાને શરીરમાંથી સુસવાટો પ્રસરી જાય. જોકે સામાન્યતઃ વરસાદની સીઝનમાં આ પ્રકારે મગર જોવા મળતા હોય છે પરંતુ અહીં આ મગર કેવી રીતે પહોંચી ગયો તે ખુબ અચરજની વાત હતી. પરંતુ સમય રહેતા અહીં કામ કરતા મજુરોની નજર મગર પર પડી ગઈ.
ઠગ કિરણ પટેલને આજે લવાશે કાશમીરથી અમદાવાદઃ છેતરાયેલા વેપારીઓ ફરિયાદ નોંધાવે
સવારે ડ્યૂટી પર આવ્યા ત્યારે જોયું કે…
મજુરોએ જેવો આ મગર જોયો કે તેઓ ગભરાઈ ગયા. આજે સવારે જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેમની નજર મગર પર પડી હતી. મગર અંગે આખરે તેમણે સત્તાધિશોને વાત કરી અને તે પછી જીવદયા પ્રેમીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેમણે મહામહેનતે આ મગરને પકડીને તેનું રેસ્ક્યુ કર્યું હતું. મગરને પાંજરે પરી દીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT