વડોદરાઃ એક્ટિવા લઈને જતા અચાનક ઢોર આડું આવ્યું અને મળ્યું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરામાં રખડતા ઢોરને કારણે અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. શહેરના પાણીગેટ વિસ્તારમાં પાણીની ટાંકી પાસેથી એક્ટિવા પર પસાર થઇ રહેલ એક વ્યક્તિના રસ્તામાં ઢોર આડુ આવી જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું છે.

Video: વરરાજાએ તો હદ કરી, ઊંટ પર કાઢ્યો વરઘોડો, જાન બની આકર્ષણનું કેન્દ્ર

કેવી રીતે બન્યો અકસ્માત
વડોદરા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા જૂની અને જીવલેણ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, કેટલાયને ન પુરાય તેવું નુકસાન થયું છે, છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવી શકાયો નથી. આજે વધુ એક શહેરીજને રખડતા પશુને કારણે જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. કિશનવાડીના મળી મહોલ્લામાં રહેતા 65 વર્ષીય વિઠ્ઠલભાઇ શનાભાઈ માળી આજે બપોરે 3:15 કલાકે એક્ટિવા લઈને વિસ્તારની પાણીની ટાંકી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં રસ્તામાં એક ઢોર આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેઓ એક્ટીવા પરથી પડી ગયા હતા. તથા તેમને મોંઢા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં NCOT વિભાગમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. શહેરમાં રખડતા પશુઓ પર કાબુ મેળવવામાં નિષ્ફળ પાલિકા તંત્રના પાપે વધુ એક શહેરીજને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે મૃતકના પરિવારજનોએ પણ આક્રંદ વ્યક્ત કર્યું હતું અને શહેરને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવાય તેવી માંગ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT