રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં હોબાળો, સ્થાનિકોએ રોડ-પાણી મુદ્દે MLAની કાર રોકી, મેયરનો ઉધડો લીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં હોબાળો થયાની ખબર સામે આવી રહી છે. કોઠારિયા વિસ્તારમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્યો અને મેયર સહિતના નેતાઓ પહોંચ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ પાણી અને રસ્તા મુદ્દે હોબાળો કરતા મેયરનો ઉધડો લીધો હતો. જ્યારે ધારાસભ્ય ડો. દર્શિતા શાહની કારને પણ ઘેરી લીધી હતી. જે બાદ નેતાઓને કાર્યક્રમમાંથી જ પાછા ફરવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

સ્થાનિકોએ નેતાઓને રોકડું પરખાવ્યું
રાજકોટના કોઠારિયા રોડ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને મેયર પહોંચ્યા હતા. ત્યારે જ સ્થાનિક લોકોએ પાણી અને રોડ સહિતના પ્રશ્ને તેમનો ઘેરાવ કર્યો હતો. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે, અમારા વિસ્તારમાં રસ્તા અને પાણીના પ્રશ્નો છે. આ માટે અનેકવાર રજૂઆતો કરી છતા કામો થયા નથી. આથી ભાજપના ફ્રી નિદાન કેમ્પના કાર્યક્રમને અટકાવ્યો છે. 3 વર્ષથી રસ્તાઓ ખોદી નાખ્યા છે, પરંતુ રસ્તો બનતા નથી. જે સાંભળીને ભાજપના ધારાસભ્યોએ ચાલતી પકડી હતી.

ધારાસભ્યને કારને થોભાવી
જોકે સ્થાનિકોએ આટલેથી ન અટકતા રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતા શાહની કારને જ અટકાવી દીધી હતી. મહિલાઓએ કારની આગળ ઊભા રહી જઈને ધારાસભ્યને રોકી દીધા હતા. જેનો પણ વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT