ગુજરાતની રાજનીતિમાં હડકંપ: ભાજપના દિગ્ગજ નેતાની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડ: શહેરને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઇ અશોક પટેલની સ્ક્રેપના વેપારી પાસે ખંડણી માગવાના કેસમાં ધરપકડ થતા હડકંપ મચ્યો છે. દમણમાં સ્ક્રેપના વેપારીને સતત ધમકીઓ મળતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને ભાજપના નેતા અને તેના ભાઇની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભંગારી પાસેથી ખંડણી માંગી રહ્યા હતા પંચાયત પ્રમુખ
દમણમાં પાર્ટરનરશીપમાં સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. તેઓ સતત વેપારીને ધમકી આપી રહ્યા હતા કે, દમણમાં સ્ક્રેપનો વેપાર કરવો હોય તો પૈસા આપવા પડશે. વેપારી દ્વારા ભાજપના નેતા અને દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઇ અશોક પટેલ સહિતના મળતીયાઓની ધરપકડ કરવામાં આવી છે. બંન્ને ભાઇઓ અન્ય એક વ્યક્તિની મદદથી વેપારી પાસેથી ધંધો કરવો હોય તો પૈસાની માંગ કરતા હતા.

ખંડણી અંગે ફરિયાદ થતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી
નવીન પટેલ અને અશોક પટેલની ખંડણી મુદ્દે ધરપકડ બાદ પોલીસે કહ્યું કે, હાલ એક જ વ્યક્તિ દ્વારા આ પ્રકારની ખંડણી અંગેની ફરિયાદ કરવામાં આવી છે. આ પ્રકારની અન્ય કોઇ પાસે હશે તો તપાસ કરીશું. દમણ જિલ્લા પંચાયતની દલવાળા બેઠક પરથી નવીન પટેલ ભાજપમાં બે ટર્મથી જીતતા આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે તેમની આ પહેલી ટર્મ છે. નવીન પટેલ ભુતકાળમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT